________________
---------- સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત
------ અપવાદ સાતિચાર અપવાદ અને છેવટે ઉન્માર્ગ અપવાદ પણ બની રહે એ પાકી શક્યતા છે. એટલે જ અપવાદના કારણો હોય તો પણ જો મોટું નુકસાન ન થવાનું હોય તો થોડું સહન કરીને પણ ઉત્સર્ગમાર્ગ પકડી રાખવો વધુ સારો. પણ જો મોટા નુકસાનની સંભાવના હોય તો જ અપવાદ સેવવો.
અપવાદમાર્ગનું સેવન કેવી રીતે કરવું? એ સમજવા માટે બે-ચાર બાબતો ધ્યાનમાં રાખવી. જેમ માંદગી આવે અને એલોપથી વગેરે ગોળી લેવી પડે, તો ડાહ્યો માણસ પહેલો પ્રયત્ન તો આ જ કરે કે ગોળીઓ લીધા વિના પણ જો માંદગી પતી જતી હોય, તો ગોળી ન લે. થોડુ સહન કરીને પણ ગોળી લેવાનું ટાળે. પણ જો ગોળી લેવી જ પડે, તો જેટલી ઓછી ગોળી લેવી પડે, એટલી ઓછી લે. ગોળી હોંશે હોંશે ન ખાય. પણ ઝટ ઝટ ઉતારી દે, ગોળી કડવી હોવાથી મોટું પણ બગાડે. અને જેવી માંદગી પૂરી થાય કે તરત જ ગોળી છોડી દે. ગોળી છોડવાનો એને આનંદ હોય, ગોળી એને ગમી જાયભાવી જાય એવું ન બને.'
એમ અપવાદ એ ગોળી જેવો છે. ડાહ્યો માણસ તો બને ત્યાં સુધી અપવાદ સેવે જ નહિ. સેવવો પડે, તો ઓછામાં ઓછો અપવાદ સેવવો પડે એનો પ્રયત્ન કરે, અને જેવું કારણ દૂર થાય કે તરત અપવાદ સેવવાનો બંધ કરી દે. ડાહ્યા માણસોને અપવાદ ગમી જાય એવું ન બને.
આ વાત અમે વિસ્તારથી આગળ સમજાવશું.
અહીં પણ નિશ્ચયનય તો એમ જ માને છે કે તમે વસ્તુની ચોરી કરી શકો કે ન કરી શકો. પણ જો તમારો મનનો પરિણામ ચોરી કરવાનો હશે, તો તમને ચોરીનો દોષ લાગશે જ.
અને મુખ્યત્વે ફળ તો નિશ્ચયના આધારે મળે છે. માટે એ નક્કી માનવું કે જો સ્વામીની રજા વિના જ વસ્તુ લઈ લેવાનો પરિણામ હશે, તો પાપ બંધાશે અને ત્રીજા મહાવ્રતનો ભંગ થશે. એમ ગુરુથી ખાનગી રાખીને પાપ કરવાનો, વસ્તુઓ ભેગી કરવાનો કે કંઈપણ કરવાનો વિચાર હશે તો એમાં ત્રીજા મહાવ્રતનો ભંગ થવાનો જ. ભલે પછી ગુરથી ખાનગી રાખીને એ પાપ કરી શકાય કે ન કરી શકાય. એ વસ્તુ મુખ્ય નથી.
જેનો ભાવ સ્પષ્ટ હશે કે “મારે માલિકની કે ગુર્નાદિની રજા લીધા વિના કંઈ જ લેવું નથી. કશું કરવું નથી, કશું વાપરવું નથી. એ બધા મને રજા આપશે તો જ હું વસ્તુ લઈશ, વાપરીશ.” એ સાધુને કોઈ દોષ નથી. એ સાધુથી ક્યારેક અજાણતા કોઈ ભૂલ થઈ જાય કે જાણતા પણ કારણસર કોઈ ભૂલ થઈ જાય તો પણ એ શુદ્ધ જ ગણાશે. ------------------------- ૨ ૧૯ જલા જલ--we -w-se-wલજી ---