________________
- ૯૯ -
- -
- ૧૯૯૯ મહાવતો ૦૯ - - - -
- - -
-
- -
દા.ત. શાસનનું કોઈક કામ કરાવવા માટે મહાશિથિલોને વંદનાદિ કરવા પડે, મFએણે વંદામિ' બોલવું પડે, એ અપવાદ છે. પણ જો માત્ર “મFએણ વંદામિ' બોલવાથી કામ પતી જાય તો વધારે પડતી પ્રશંસા, “તમે તો અતિમહાન છો. તમે છો, તો આ શાસન ચાલે છે.” વગેરે બોલવું તો એ યતનાનું ઉલ્લંઘન કહેવાય... એમ અડધો-પોણો કલાક ચાલનારા લોચ માટે જો “પંદર-વીસ મિનિટ ચાલશે” એમ કહેવાથી સાધુને આશ્વાસન મળી જ જતું હોય, તો “બસ, હવે તો પાંચ મિનિટમાં જ લોચ પતી જશે.” એ શબ્દો અયતનાવાળા કહેવાય.
ટુંકમાં ઓછામાં ઓછા જૂઠથી ચાલી જાય, તો વધારે જૂઠ ન બોલવું એ યતના આદરવી.
રે ! ક્યારેક તો જૂઠનો અતિરેક કરવામાં કામ થવાને બદલે બગડી જાય.. સામેવાળાને ખ્યાલ આવી જાય કે આ નકરું જૂઠ જ બોલે છે. દા.ત. મહાશિથિલોને એમ કહીએ કે “તમારા જેવા મહાસંયમી કોઈ જોયા નથી...” તો પેલો સમજે જ કે મારી શિથિલતાઓ જગજાહેર છે, છતાં આ મને મહાસંયમી કહે છે, એ મશ્કાબાજી જ લાગે છે. સ્વાર્થ સાધવાની કળા જ લાગે છે.
આમ દરેક બાબતમાં વિચારવું.
આ મૃષામાં પણ હિંસાની જેમ છ પદાર્થો વિચારવા. નિરતિચાર ઉત્સર્ગ... વગેરે. એમાં નીચેના વિકલ્પો ધ્યાનમાં લેવા.
(૧) જે સાધુ નિરતિચાર ઉત્સર્ગ પાળતો હોય, અર્થાત્ સદાય સાચું જ બોલતો હોય. કદી પણ ક્રોધાદિથી પ્રેરાઈને જૂઠ બોલતો ન હોય. અને અપવાદમાર્ગ માટેના કારણો આવ્યા ન હોવાથી સારાભાવથી પણ જૂઠ બોલવાની એને જરૂર પડી ન હોય... એને જો ચારેબાજુથી ખૂબ પ્રશંસા મળે કે “આના જેવો સત્યવાદી કોઈ નહિ, આ મરી જાય, પણ જૂઠ ન બોલે...” અને એ પ્રશંસા સાંભળીને જો સાધુ એમાં રાગવાળો બને, તો એની ભૂમિકા એવી સર્જાશે કે એ હવે ગાઢ કારણો વખતે જૂઠ બોલવું જરૂરી હોવા છતાં પણ જૂઠ નહિ બોલે. “શાસનહીલના થાય તો ભલે થાય, મોટી હિંસા થાય તો ભલે થાય, હજારો લોકો અધર્મ પામે તો ભલે પામે પણ હું સત્ય જ બોલીશ.” એવા વિચારવાળો બને અને ખરેખર જ્યારે ગાઢ કારણો આવી પડે ત્યારે પણ સત્ય જ બોલીને શાસનની ઘોર અપભ્રાજના વગેરે દોષોમાં નિમિત્ત બની રહે.
“હું જૂઠ નહિ બોલું. આ બગીચામાં ઠલ્લે પરઠવવાનું કામ મેં જ કર્યું છે. તમે મને મારી શકો છો. મને જેલમાં પૂરી શકો છો...
હું જૂઠ નહિ બોલું, મેં પેલા સાધુને ચોથામાં ગરબડ કરતા જોયો જ છે, હું બધાને કહીશ. આપણે ખોટો બચાવ કરવો નથી.” --------------------- ૧૯૦ -----------------------