________________
------------ સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત - - - - - - - - - ખુલાસો કરી દે. કે “તમે હાજર ન હતા, એટલે તમને પૂછ્યા વિના જ તમારી વસ્તુ લઈ ગયેલો, ક્ષમા કરજો...
વસ્ત્ર-પાત્ર-બોલપેન-નોટ-આસન વગેરે વગેરે બધી જ વસ્તુઓમાં ઉપર મુજબ સમજી લેવું કે ઉતાવળું કામ આવી પડે અને સાધુને પૂછી શકાય એટલો સમય ન હોય, એવી અનુકૂળતા ન હોય તો છેવટે ગુરુને કે બીજા સાધુઓને જણાવીને વસ્તુ લઈ શકાય, વાપરી શકાય.
(ઘ) કોઈનો માત્રાનો પ્યાલો પડ્યો હોય, “પ્યાલો કોનો છે?” એમ પુછવા છતાં કોઈ જવાબ ન મળે, તો સંમૂચ્છિમની વિરાધના અટકાવવા માટે સાધુ એ પ્યાલો પરઠવી આવે. પાછળથી પ્યાલાનો માલિક સાધુ ખુલાસો કરે તો કહી શકાય કે મેં પૃચ્છા કરેલી. પણ તમે હાજર ન હતા કે તમારું ધ્યાન ગયું નહિ, માટે મે આ રીતે પ્યાલો પરઠવ્યો છે...”
(ચ) કોઈ સાધુ ગ્લાન થાય છતાં પ્રતિલેખનાદિ જાતે જ કરવાનો આગ્રહ રાખે. વિનંતિ કરવા છતાં ના જ પાડે. એ વખતે જો એમ લાગે કે “એની આવી માંદગીમાં એ પ્રતિલેખનાદિ કરે, એ ન ચાલે. એટલે એ ના પાડે તો પણ પ્રતિલેખનાદિ કરવા. એમનો સ્વભાવ સારો છે. આ રીતે કરશું, તો પણ ગુસ્સે નહિ થાય. બાકી જો એ જ પ્રતિલેખનાદિ કરશે તો માંદગી વધશે. લોકોમાં હલના થશે કે આ સાધુઓ ગ્લાનની કાળજી કરતા નથી...” તો એની રજા વિના પણ પ્રતિલેખનાદિ કાર્યો કરી શકાય.
(છ) ગોચરીમાંડલીમાં ગોચરી આવી ગઈ હોય, વ્યવસ્થાપક હાજર ન હોય અને કોઈ સાધુઓને સુધા લાગી હોવાથી જલ્દી વાપરવું હોય, તો છેવટે વિશેષ વસ્તુ નહિ, પણ સામાન્ય વસ્તુ સાધુને વાપરવા માટે હાજર રહેલ વડીલથી આપી શકાય. વ્યવસ્થાપક આવે ત્યારે એને કહી દેવું કે “આ રીતે થોડીક ગોચરી આપી છે...”
1 - (જ) સાધુ પાત્રામાં પોતાની ગોચરી કાઢીને અન્યકામ માટે ગયો હોય, ત્યારે એની કાઢેલી ગોચરીમાંથી જ ગ્લાનાદિને અમુક વસ્તુની જરૂર હોય. એ વખતે જો ખ્યાલ હોય કે “એ સાધુ ભક્તિમંત છે, એનામાંથી ગ્લાનાદિને માટે કંઈક આપશું તો એને આનંદ જ થશે. અત્યારે એ હાજર નથી, નહિ તો પૂછી જ લેત...” તો ત્યારે પણ એની વસ્તુ ગ્લાનાદિને આપી શકાય. એ સાધુ આવે ત્યારે નમ્રતાપૂર્વક, ક્ષમા માંગવા પૂર્વક વાસ્તવિક હકીકત જણાવી શકાય.
સાર એ કે વિશેષ કારણો આવી પડે અને તે તે વસ્તુનો ઉપયોગ અત્યંત જરૂરી બને, બીજી બાજુ એના માલિકને પુછવાનો અવસર ન રહે. એવી પરિસ્થિતિમાં શક્ય એટલી યતના જાળવીને જો પૂછયા વિના પણ વસ્તુ લેવામાં આવે તો અદત્તાદાનનો દોષ ન લાગે.
જે જજ
જા૨ ૧૩ - ૨૦ -
૨
-