________________
-
૯ - ૦૯-૦૯ ૪૯ ૪૯ ૪૯
૪૯ ૪૯
મહાવ્રતો જ છે જે
જ જે
જ
ગીતાર્થ-સંવિગ્ન ગુરુ સામાન્યથી તો સ્વામી-અદત્ત, જીવ અદત્ત, તીર્થકર-અદત્તની રજા ન જ આપે. એટલે મોટા ભાગે તો એવું જ બને કે જે ગુરુદત્ત હોય તે સ્વામી દત્ત, જીવદત્ત, તીર્થકરદત્ત હોય જ.
પણ અપવાદના સ્થાનોમાં ગીતાર્થ-સંવિગ્ન ગુરુ સ્વામી-અદત્ત વગેરેની પણ રજા આપે. એટલે ક્યારેક આવું બને કે “એ ગુરુદત્ત હોય, છતાં સ્વામીદત્ત વગેરે ન હોય.' આમ છતાં સાધુને ફળ રૂપે તો નિર્જરા જ મળે છે. માટે પરમાર્થથી તો ત્યાં કોઈ જ દોષ નથી જ.
જે સંયમીઓ ગીતાર્થ-સંવિગ્ન ગુરુને કશું જ પૂછતા નથી. પોતાને ગમે એ પ્રમાણે બધું કર્યા કરે છે... એ સંયમીઓ ડગલે ને પગલે ગુરુ-અદત્તાદાન દ્વારા ત્રીજા મહાવ્રતનો ભંગ કરનારા બને છે. માટે જ ત્રીજા મહાવ્રતનું સાચું પાલન ઝંખનારાએ નાનામાં નાનું કામ પણ ગીતાર્થગુરુની સહર્ષ રજા લઈને જ કરવું એ હિતાવહ છે.
આ બધી ઉત્સર્ગમાર્ગની વિચારણા કરી.
હવે આપણે આ ત્રીજા મહાવ્રતમાં ચારેય પ્રકારના અદત્તમાં અપવાદ કેવી રીતે સંભવી શકે છે ? એનો વિચાર કરવાનો છે.
ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત સાધુ કારણસર યતનાપૂર્વક અદત્તનું ગ્રહણ કરે તો એ અપવાદમાર્ગ કહેવાય. એમાં સાધુ કર્મનિર્જરા જ પામે છે, મહાવ્રતનો ભંગ થતો નથી.
સ્વામી-અદત્તમાં શુદ્ધ અપવાદ :
(ક) વિહાર કરીને ઉપાશ્રયે પહોંચ્યા, પણ કોઈ હાજર ન હોય. હવે ત્યાં સાધુઓ ઉતરતા જ હોવાથી બીજો કોઈ પ્રશ્ન ન હોય, તો સાધુઓ રજા વિના પણ ઉપાશ્રય ખોલીને અંદર ઉપધિ મૂકે. માણસ આવે ત્યારે એની રજા લઈ લે કે “અમે અહીં ઉતરીએ ?' આમાં પહેલા પૂછ્યા વિના ઉપાશ્રયમાં ઉતર્યા હોવા છતાં દોષપાત્ર ન બને.
(ખ) મુમુક્ષુ નાનો હોય કે મોટો, એના મા-બાપની રજા લેવી પડે. પણ ધારો કે ઘણું સમજાવવા છતાં મા-બાપ ન માને. પંચસૂત્રમાં દર્શાવેલા ક્રમ પ્રમાણે બધા પ્રયત્નો કરી દેવામાં આવે, છતાં મા-બાપ ન માને, તો છેવટે “મોટા નુકસાન નથી” એ બાબતનું ધ્યાન દઈને મુમુક્ષુને ભગાડીને દીક્ષા આપે તો પણ કોઈ દોષ નથી. કેમકે કારણસર અને બધી યતના પાળવા પૂર્વક આ રીતે દીક્ષા આપી છે.
(ગ) અચાનક કોઈ કામ આવી પડતા સાધુના વસ્ત્ર, પાત્રાદિ લેવા જરુરી બને, સાધુને પુછવા માટે તપાસ કરે, પણ સાધુ દેરાસરાદિ ગયો હોય. હવે એની રાહ જોવાય એટલો સમય ન હોય અને એની વસ્તુ લીધા વિના ચાલે એમ ન હોય તો ત્યારે બીજા કોઈ સાધુને કે ગુરુને કહીને એની વસ્તુ લે – વાપરે. પેલો સાધુ જેવો મળે કે તરત જ ૯૯૯ - - - - - - - - ૨ ૧૨ ૯૯૯૯૯ - - - - - - - -