________________
* *
* * * *
* *
મહાવતો કે
જે
જ
આવે એ માટે આ ચાર ભેદ પાડવામાં આવ્યા છે.
છતાં કેટલીક વિશેષ બાબતો આમાં વિચારી શકાય.
(ક) સ્વામી-અદત્ત અને જીવ-અદત્ત... આ બે કરતા પણ ગુરુ-અદત્ત મોટો દોષ છે. દા.ત. મોટા જમણવારમાં માલિક કહે છે કે “અહીં બધુ વહોરો.” એટલે એ સ્વામીદત્ત છે, પણ જો ગુરુ ના પાડે કે “ના ! અહીંથી કઈ વહોરવાનું નથી' તો એ એ વસ્તુ ન જ લેવાય, એ લે તો સાધુ મોટા દોષનો ભાગીદાર બને.
જ્યારે ગીતાર્થ ગુરુએ સામેથી કહ્યું હોય કે પેલી વસ્તુ ભલે માલિકે નથી આપી. છતાં તું લઈ લે” અને સાધુ સ્વામીની રજા વિના વસ્તુ લઈ લે, તો એને કોઈ દોષ નથી. કેમ કે ગુરુદત્ત છે. દા.ત. ગુરુ કહે કે “ફલાણા છોકરાને ભગાડીને દીક્ષા આપી દે...” તો એના માતાપિતાની રજા વિના પણ શિષ્ય ગુરુની ઈચ્છા મુજબ દીક્ષા આપી દે. અહીં સ્વામી-અદત્ત છે. પણ ગુરુદત્ત છે. તો એમાં એને લેશ પણ દોષ નહિ
એવું જ જીવ-અદત્ત માટે છે. ધારો કે વિહારમાં કોઈ શ્રાવક કહે કે “તમારી બધી ઉપધિ હું ઉચકીને ચાલીશ. બધો બોજો સહન કરીશ.” તો આ બોજો ઉંચકવાનું કામ કરવા જીવ તૈયાર છે, પણ એ વખતે જો ગુરુ ના પાડે તો એ કામ ન કરાવાય. જો સાધુ કરાવે, તો જીવ-દત્ત કાર્ય હોવા છતાં ગુરુદત્ત ન હોવાથી સાધુ દોષનો ભાગીદાર બને. એનાથી ઉંધુ કે ગુરુ કહે કે તારી બધી ઉપાધિ પેલાને ઉંચકવા આપી દે...” અને પેલો જીવ બધું ઉંચકવા તૈયાર ન હોવા છતાં શરમાદિને કારણે એ વાત સ્વીકારી લે, તો અહીં ગુરુદત્ત છે, પણ જીવ-અદત્ત છે, છતાં શિષ્ય નિર્દોષ જ ગણાય.
ગીતાર્થસંવિગ્ન ગુરુ પુષ્ટ કારણસર જ આવો આદેશ કરે, એટલે એ સ્વીકારવામાં શિષ્ય દોષપાત્ર ન બને.
(ખ) તીર્થંકર-અદત્ત અને ગુરુ-અદત્ત ખરેખર તો એક જ છે. તીર્થકરો જેની ના પાડે, ગુરુ પણ એની ના જ પાડે. અને ગુરુએ જેની ના પાડી હોય, તીર્થકરોએ પણ એની ના જ પાડી હોય. એટલે એ દૃષ્ટિએ બેમાં પરમાર્થથી ભેદ નથી.
છતાં દેખાવમાં ભેદ પડે.
કેટલીક બાબતો એવી હોય કે જે દેખાવમાં તીર્થંકર-અદત્ત લાગે, છતાં ગુરુએ એની રજા આપી હોય. દા.ત. આધાકર્મી એ તીર્થંકર-અદત્ત છે, છતાં કારણસર ગુરુએ એની રજા આપી હોય. સંસક્ત ઉપાશ્રય તીર્થંકર-અદત્ત છે, છતાં કારણસર ગુરુએ એની રજા આપી હોય.
પરમાર્થથી તો આધાકર્મી કે સંસક્ત ઉપાશ્રયની કારણસર તીર્થકરોએ પણ રજા જ આપી છે. છતાં સ્થૂલદષ્ટિથી એમ દેખાય કે એ તીર્થકર-અદત્ત છે,. ગુરુદત્ત છે. -------------------------- ૨૧૦ ---------------------