________________
- - - - - - - - સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત ---------
(ચ) ગુરુની રજા વિના નવું સૂત્ર, નવું સ્તવન, નવી સજઝાય ગોખીએ. (છ) ગુરુને પૂછ્યા વિના જ નવો ગ્રન્થ શરુ કરીએ કે કોઈક નવું ધાર્મિક પુસ્તક વાંચીએ.
(જ) ગુરુ ઈચ્છતા ન હોય છતાં શ્રાવકોનો વધુ પરિચય કરવો, વ્યાખ્યાનો કરવા, ચોમાસા કરવા, પુસ્તકાદિ છપાવવા, અનુષ્ઠાનો ગોઠવવા... આ બધું જ ગુરુ-અદત્ત !
સાર એટલો જ કે કોઈપણ વસ્તુ લેતા પહેલા, કોઈપણ કામ કરતા પહેલા ગુરુની રજા લેવી જ જોઈએ. જો સાધુ પૂછે જ નહિ, પૂછે તો ગુરુની અનિચ્છા જાણવા છતાં આડી-અવળી રીતે મંજુરી મેળવી લે અને એ રીતે હર્ષ વિના અપાયેલી અનુમતિથી વસ્તુ લે, કામ કરે તો એ બધુ ગુરુ-અદત્ત જ ગણાય. સાધુ એમાં ત્રીજા મહાવ્રતનો ભંગ કરનાર બને છે.
(૪) તીર્થંકર-અદત્તઃ
તીર્થંકરદેવો જે વસ્તુનો સ્વીકાર કરવાની રજા નથી આપતા, તે વસ્તુ લેવી એ તીર્થકર-અદત્ત ! '
(ક) અપાત્ર આત્માઓને દીક્ષા આપવાની તીર્થકરોએ ના પાડી છે. છતાં સાધુ પાત્રતા–અપાત્રતાનો વિચાર જ ન કરે, અપાત્રતા દેખાય તો પણ પોતાના મનથી પાત્રતા ઉભી કરી દઈને દીક્ષા આપે એ રીતે શાસનમાં અપાત્રોનો સંગ્રહ કરે એ તીર્થંકર-અદત્ત!
(ખ) અપરિણત સાધુ વ્યાખ્યાનાદિ કરે એ તીર્થકરને માન્ય નથી, માટે એ પણ તીર્થકર-અદત્ત ! . (ગ) સાધ્વીજીઓ ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ વહોરે એ તીર્થકરોને માન્ય નથી, એવા વસ્ત્રાદિ સાધ્વીજીઓ માટે તીર્થકર અદત્ત કહેવાશે.
(ઘ) બારમું અંગ સાધ્વીજીઓને ભણવાની તીર્થકરોએ ના પાડી છે, જો તેઓ ભણે તો તીર્થંકર-અદત્ત !
(ચ) એક જ સ્થાને માસ-બેમાસ – ચાર માસાદિ ચોક્કસ સમય કરતા વધારે સમય રહેવાની તીર્થકરોએ ના પાડી છે. જો સાધુ કારણ વિના પણ વધુ સમય એ સ્થાનમાં રહે, ઉપાશ્રય વાપરે તો તીર્થંકર-અદત્ત !
ટૂંકમાં જ્યાં તીર્થંકરદેવોની આજ્ઞા નથી, એ વસ્તુ વાપરવામાં લેવામાં તીર્થંકરઅદત્તદોષ લાગવાનો.
શિષ્ય : ખરેખર વિચારીએ તો તીર્થંકર-અદત્તમાં બાકીના ત્રણેય અદત્ત આવી જ જાય છે. સ્વામી - અદત્ત વસ્તુ, ગુરુ અદત્ત વસ્તુ, જીવ-અદત્ત વસ્તુ એ ત્રણેયનો તીર્થકરોએ નિષેધ કરેલો જ છે. એટલે તીર્થંકર-અદત્ત એક જ કહો, તો પણ એમાં બધું આવી જ જાય છે, તો એ ત્રણ અદત્ત જૂદા બતાવવાની શી જરૂર છે ?
ગુરુ : તમારી વાત અપેક્ષાએ સાચી છે. છતાં પદાર્થ એકદમ સ્પષ્ટ રીતે ખ્યાલમાં - કલકલ 9 - - - - - - ૨૦૯ - - - - - - - - - -