________________
મહાવ્રતો
ખરેખર ખૂબ દુ:ખ પામે, આ કામ છોડી દેવા ઈચ્છે... પણ પેટ ખાતર પૈસા મેળવવા માટે ના છુટકે આ બધું કામ કરવા તૈયાર થાય. એ એમની ગરીબાઈનો લાભ ઉઠાવીને એમની પાસે વધુ કામ કરાવવું, વધુ વજન ઉંચકાવવું, એમની મજબુરીનો લાભ લેવો... જેટલું કામ તેઓ પ્રસન્નતાથી કરી શકે, એના કરતા સવા-દોઢગણું કામ કરાવવું... પેલાની અનિચ્છા છતાં આ રીતે એને રાખવો એ જીવ-અદત્ત !
(છ) શિષ્ય વિશેષ અભ્યાસ ક૨વા અન્ય સંવિગ્ન મહાત્મા પાસે જવા ઈચ્છે, વધુ સારું સંયમ કેળવવા કોઈક સંયમીના સાંનિધ્યમાં અમુક સમય રહેવાની ઈચ્છા રાખે, એના મનના ભાવમાં કોઈપણ પ્રકારની મલિનતા, સ્વચ્છંદ થવાની વૃત્તિ ન હોય... છતાં પણ ગુરુ પોતાના સ્વાર્થ ખાતર શિષ્યને એક યા બીજા બહાને પોતાના પાસે જ રાખે, ક્યાંય જવા ન દે... આ રીતે શિષ્યને ખોટી રીતે પોતાની પાસે જ રાખવો, બીજે ન જવા દેવો શિષ્ય બધું સમજવા છતાં ક્યાંય જઈ ન શકે... એ જીવ-અદત્ત.
(જ) સાધુ પાસે માંડલીનું વધારે કામ કરાવવું, સાધુ પોતાને યોગ્ય કામ કરતો હોય, પણ વધુ કામ કરવાનો ઉલ્લાસ ન હોય, છતાં બળથી એની પાસે ગોચરી-પાણીકાપાદિ કામ કરાવવામાં આવે, પેલો સાધુ પણ એક યા બીજા ભયને લીધે એ બધું જ કામ આર્તધ્યાન સાથે કરે... આ બધું જાણવા છતાં અન્ય સાધુઓ એમાં કોઈ ફેરફાર ન કરે... આ રીતે એની પાસેથી ભક્તિ લેવી એ પણ જીવ-અદત્ત છે.
ટુંકમાં જીવની માલિકીની વસ્તુ જીવની ઈચ્છા વિના-રજા વિના લઈએ એ સ્વામીઅદત્ત ! જ્યારે જીવને જ એની ઈચ્છા વિના રાખી લઈએ, કામ કરાવીએ, ખાઈ જઈએ એ જીવ - અદત્ત !
હવે ત્રીજું ગુરુ-અદત્ત જોઈએ. (૩) ગુરુ - અદત્ત :
(ક) ઉપાશ્રયમાં આવેલા શ્રાવક-શ્રાવિકાઓ ગુરુને મળે-વંદનાદિ કરે, એ પહેલા જ આપણે જ ગુરુની રજા વિના એમને આપણી પાસે બોલાવીને વાત-ચીત કરીએ, ગુરુ પાસે વંદનાદિ કરવા ન મોકલીએ.
(ખ) માંડલીમાં આવેલી કોઈપણ વસ્તુ ગુરુને બતાવ્યા વિના જ ખાનગીમાં વાપરી લઈએ, ગુરુ ઉંઘી જાય ત્યારે કે ગુરુ બહાર ગયા હોય ત્યારે જ મનભાવતી વસ્તુ લાવીને વાપરી લઈએ.
(ગ) ગુરુની ઈચ્છા-રજા ન હોય છતાં છાપા-મેગેઝીનો-નવલકથાઓ વાંચીએ
(ઘ) ગુરુથી છાનું રાખીને મુમુક્ષુને તૈયા૨ કરીએ, યુવાનોને દીક્ષા માટે પ્રેરણા કરીએ, ગુરુને કશું ન જણાવીએ, એમની ૨જા પણ ન લઈએ.
***
***** ૨૦૮