________________
---- -- -----
૦૯ મહાવતો --- ---------- જેમ કોઈ ચોર ચપ્પ કે બંદુકના ભયથી માણસને ગભરાવીને એની ઈચ્છા ન હોવા છતાં એનું ધન લઈ લે તો એ ચોરી જ કહેવાય. એમ અહીં પણ સાધુ શ્રાવકને શરમમાં નાખી, બેઈજ્જત થવાના ભયમાં નાંખી, કંજુસ દેખાઈ જવાના ભયમાં નાંખી એની અનિચ્છાએ વધુ દાન કરાવડાવે તો એ અદત્તાદાન જ છે, એ નક્કી માનવું.
(દ) કોઈનું પુસ્તક, કોઈના ચિંતન આપણે આપણા નામે છપાવીએ, એમાં પેલા ચિંતક – લેખકના નામનો ઉલ્લેખ પણ ન કરીએ એ પણ એની ચોરી કહેવાય. એ પુસ્તક કે એના અમુક લેખને છપાવતા પહેલા આપણે એની રજા તો લઈ જ લેવી જોઈએ.
ઘણીવાર એવું બને છે કે કોઈકના લેખો એની રજા વિના, એના નામનો ઉલ્લેખ વિના છપાવવામાં આવે તો એ લેખક ગુસ્સે થાય, કદાચ કોર્ટમાં કેસ પણ દાખલ કરે... માટે જ તો પુસ્તકમાં લખવામાં આવે છે “પુસ્તક છપાવવાના સર્વાધિકાર પ્રકાશકને આધીન છે.” અર્થાતુ પ્રકાશક વિના બીજો કોઈપણ માણસ એ પુસ્તક છપાવી ન શકે.
એમ કોઈકનું અદ્ભુત ચિંતન આપણે કોઈક આગળ રજુ કરીએ, ત્યારે પણ એ શ્રોતા એ અદ્ભુત ચિંતન આપણું ન સમજી બેસે, એ માટે કહેવું જોઈએ કે “આ ચિંતન ફલાણી વ્યક્તિનું છે.” જો યશ ખાવાની લાલચથી આવા કોઈ ખુલાસા ન કરે અને મહાન ચિંતક તરીકેની ખ્યાતિ મેળવે તો એ પણ અપેક્ષાએ સ્વામીઅદત્ત છે.
(ધ) સંઘમાંથી, જ્ઞાન ભંડારમાંથી એમની રજા લીધા વિના સારા પુસ્તકો, પ્રતો વગેરે લઈ લઈએ, પાછા ન આપીએ... આ પણ સ્વામી-અદત્ત છે.
(૫) નોકરો વગેરે માટે બનાવાયેલી રસોઈના પણ માલિક નોકરો છે, હવે શેઠશેઠાણી વહોરવા આવેલા આપણને એમાંથી વહોરાવે, પણ નોકરની રજા લીધી ન હોય તો એ ન વહોરાય, નોકરો હા પાડે તો જ વહોરી શકાય.
(ફ) ચાલુ વિહારમાં ઝાડ નીચે, દુકાન નીચે કે ક્યાંય પણ ઉભા રહેવું હોય, પાણી વાપરવું હોય, આરામ કરવો હોય તો તે સ્થાનના માલિકની રજા લેવી જ પડે. કોઈ હાજર ન હોય કે ઝાડ વગેરેનો કોઈ માલિક ન હોય તો છેવટે જુનાગદ નાસ્તુપાતો શબ્દ બોલવાનો રહે. પણ એ પણ ન બોલીએ અને તે સ્થાન વાપરીએ તો એ સ્વામિ-અદત્ત ગણાય.
(બ) જે જગ્યાએ ઠલ્લે કે માત્રુ પરઠવવાની એના માલિકે રજા ન આપી હોય, એ જગ્યાએ ઠલ્લે-માત્રુ ન પરઠવાય. દા.ત. શ્રી સંઘે અગાસીમાં માત્રુ પરઠવવાની રજા ન આપી હોય તો પણ અગાસીમાં માત્ર પાઠવીએ – છાલક લગાવીએ... આજુ બાજુના પ્લોટોમાં તેના માલિકે ઠલ્લે પરઠવવાની રજા ન આપી હોય છતાં અંધારામાં કે દિવસે પણ છાની રીતે ત્યાં ઠલ્લે પરઠવી આવીએ... તો એમાં પણ અદત્તાદાનનો દોષ તો લાગવાનો જ. જે જમીન, ૨૯-૯-૪-૯-૪--૪૯-૦૯-૪--૨૦૬, ૪-૯-૯- -૯-૯-૪૨૯-૯-૯-૪--