________________
-
૯-૪૯ ૯-૯૪ ૨૯ ૪૯ ૪૯ ૪૯-૪૯ ૪૯
મહાવતો -૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯-૯-૪૯ ૪૯ ૪૯ ૪૯
મુખ્યત્વે એના મા-બાપની રજા લેવી પડે. ભગાડીને દીક્ષા આપે તો સ્વામી-અદત્તનો દોષ લાગે જ, એ નક્કી વાત છે.
પ્રશ્ન : તો શું ભગાડીને દીક્ષા ન જ અપાય? મા-બાપ ના પાડે, તો દીક્ષા બંધ કરી સંસાર માંડવાનો ?
ઉત્તર : મેં તને ઉત્સર્ગમાર્ગ બતાડ્યો અપવાદનું વર્ણન આગળ કરશું.
(છ) કોઈક મુમુક્ષુ બીજા કોઈ સંવિગ્ન મહાત્માનો શિષ્ય થવાનો હોય, એના માબાપની રજા પણ હોય પણ આપણે એ મુમુક્ષુને ઊંધું-ચત્તે ભરમાવી દઈએ, એ સંવિગ્ન મહાત્માના નાના-નાના દોષોને મોટા કરીને મુમુક્ષુને ત્યાં દીક્ષા લેતા અટકાવીએ અને આપણી મહાનતા સીધી કે આડકતરી રીતે વર્ણવીને આપણી પાસે દીક્ષા લેવા માટે તૈયાર કરીએ તો, ખરેખર તો એ મુમુક્ષુનો સ્વામી એ સંવિગ્ન મહાત્મા ગણાય. પણ એની રજા લીધા વિના એના મુમુક્ષુને આપણે દીક્ષા આપી દઈએ તો એ પણ સ્વામી-અદત્ત ગણાય. (જો કે આ પદાર્થ ઘણો જ મોટો છે. કયો સાધુ કયા મુમુક્ષુનો ક્યાં સુધી માલિક... એ બધા પદાર્થો ઘણા ઊંડા છે. એ માટે વ્યવહારસૂત્ર-ભાષ્ય વગેરે ગ્રન્થોનું સૂક્ષ્મ પરિશીલન કરવું જરુરી છે. અહીં તો ઓઘથી જ આ પદાર્થ દર્શાવ્યો છે.)
(જ) કોઈના પણ ઘરે વહોરવા જઈએ, ત્યારે ઘરના માલિકની રજા લીધા વિના સીધા અંદર ન જવાય. એ ઘરનો માલિક જ્યાં સુધી અંદર આવવાની સંમતિ ન આપે, ત્યાં સુધી જો અંદર જવામાં આવે તો એ પણ સ્વામી અદત્ત છે. એમાંય અજૈનઘરોમાં ગોચરી જતી વખતે તો આ કાળજી ખાસ રાખવી પડે. કેમકે જો પૂછ્યા વિના અંદર જઈએ તો તેઓ ગુસ્સે થાય, આપણને ચોર પણ સમજી બેસે... બહેનો કપડા બદલવાદિ કામ કરતા હોય અને સાધુ અંદર પહોંચી જાય તો તેઓ ખૂબ સંકોચ પામે, અજેનો તો આવી પરિસ્થિતિમાં મારી પણ દે.
એટલે જૈન કે અજૈન, કોઈપણ ઘરોમાં રજા મળે, પછી જ પ્રવેશ કરવો.
(ઝ) પાઠ વખતે વિદ્યાગુરુનું આસન એમને પૂછ્યા વિના જ લઈ જઈને પાથરી દઈએ, વિહાર કરીને આવેલા સાધુઓ ઉપધિ બહાર મૂકી દર્શન કરવા ગયા હોય અને સ્થાનિક સાધુઓ એમને પૂછ્યા વિના બધી ઉપાધિ ઉંચકી ઉપાશ્રયમાં લાવી દે,... તો આ પણ સ્વામી-અદત્ત છે. વિદ્યાગુરુ પાઠમાં જવા માટે પોતાનું આસન શોધ્યા જ કરે.... તો દેરાસરમાંથી બહાર નીકળ્યા બાદ સાધુઓ પોતાની ઉપધિ ન દેખાવાથી ચિંતામાં પડે... વગેરે દોષો આમાં લાગવા સંભવિત છે.
(૨) માંડલીમાં આવેલી ગોચરી વહેંચવાની જવાબદારી વ્યવસ્થાપકની છે, એટલે ગુરુને બતાવી દીધા બાદ એ ગોચરી માંડલીમાં મુકાય એટલે એ ગોચરીની માલિકી - - - - - - - - - - - - - - - - ૨૦૪ - - - - - - - - - - - - - -