________________
સર્વથા અદત્તાદાત વિરમણ મહાવ્રત
એમ વહીવટકર્તાઓએ અમુક જ દિવસ સુધી રોકાવાની રજા આપી હોય તો એના કરતા વધુ દિવસ ન રોકાવાય. રોકાવું હોય તો વહીવટકર્તાઓની રજા લેવી જરુરી છે. આમાં જો ગરબડ કરવામાં આવે તો સ્વામી-અદત્તનો દોષ લાગે.
(ગ) ઉપાશ્રયમાં સાધુઓ બિરાજમાન જ હોય અને આપણે પહોંચીએ, તો એ સાધુઓની પણ રજા લેવી પડે કે “અમે અહીં ઉતરીએ ?” તથા ઉપાશ્રયમાં કઈ જગ્યા વાપરવી, કેટલી જગ્યા વાપરવી, કેટલો સમય રોકાવાનું છે... વગેરે તમામ પ્રકારની રજા એ બિરાજમાન સાધુઓની લેવી પડે. જો એમ ન કરવામાં આવે, તો સ્વામીઅદત્તનો દોષ લાગે.
(ઘ) ગોચરી વહોરવા માટે પણ કયા ઘરોમાં જવું એ સ્થાનિક સાધુઓને પૂછીને જ નક્કી કરવું પડે. કેમકે જો એમને પૂછ્યા વિના આપણે ઘરોમાં ગોચરી જઈએ, તો શક્ય છે કે એ જ ઘરોમાંથી તેઓ ગ્લાદિને પ્રાયોગ્ય નિર્દોષ વસ્તુ લાવતા હોય, પણ હવે આપણે ત્યાં જઈ આવ્યા એટલે તેઓ ત્યાંથી વહોરી ન શકે, એમાં ગ્લાનને અશાતા વગેરે પણ થાય. એટલે ખરેખર તો ત્યાંના ઘરોમાં ગોચરીની માલિકી પણ એમની છે. તેઓ જે ઘરોમાં જવાની રજા આપે, એ ઘરોમાંથી જ ગોચરી લેવાય.
(ચ) માતા-પિતાની રજા લિધા વિના મુમુક્ષને ભગાડીને દીક્ષા આપવામાં આવે. મુમુક્ષુના માલિક એના માતા-પિંતા છે. એમને અંધારામાં રાખીને ભગાડીને દીક્ષા આપવી એ સ્તેય છે, એ સ્પષ્ટ વાત છે.
પ્રશ્ન : આ વાત બરાબર નથી. જ્યાં સુધી છોકરો નાનો હોય, અણસમજુ હોય ત્યાં સુધી જ માતાપિતાની રજા લેવી જરુરી. પણ છોકરો મોટો થઈ ગયો હોય તો એને માટે માતા-પિતાની રજા લેવાની કોઈ જરુર જ નથી. આજે લોકોમાં પણ આ જ વાત પ્રચલિત છે. ૧૫-૧૭ વર્ષની ઉંમર સુધી છોકરા-છોકરીઓ પોતાની મેળે લગ્નાદિ ન કરી શકે, કરે તો કોર્ટમાં કેસ ચાલી શકે. પણ અમુક ઉંમર પછી તેઓ મા-બાપની રજા વિના પણ લગ્ન કરે તો એમાં એમને કાયદાકીય રીતે કોઈ દોષ ગણાતો નથી.
ટુંકમાં સરકારે વૉટ આપવાની જે ઉંમર નક્કી કરી છે, એનાથી ઓછી ઉંમરના મુમુક્ષુઓને દીક્ષા આપવા માટે મા-બાપની રજા જરુરી ખરી, પણ વોટ આપવાની ઉંમર પામી ચૂકેલાઓને તો ભગાડીને પણ દીક્ષા આપી શકાય, એમાં કોઈ ચોરી ન ગણાય. ઉત્તર : આ તમારી વાત માટે શું કોઈ શાસ્ત્રાધાર છે ? લોકોની સમજ પ્રમાણે લોકોત્તર શાસનના નિયમો ઘડાતા નથી, એ ધ્યાનમાં રાખવું. તે દર્શાવેલી બાબત ક્યાંય શાસ્ત્રમાં દર્શાવી હોય તો બતાવ બાકી સ્વચ્છંદ કલ્પનાનો જિનશાસનમાં સ્પષ્ટ નિષેધ છે.
છોકરો નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય એને જો દીક્ષા આપવી હોય તો XXXX 203 XXX