________________
સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત
-
-
-
-
સામાન્યથી વ્યવસ્થાપકની ગણાય. એને પૂછ્યા વિના કોઈપણ વસ્તુ કોઈપણ સાધુને વાપરવાદિ માટે આપી ન શકાય.
(ઠ) કોઈ સાધુ પાત્રામાં પોતાની ગોચરી કાઢીને અન્ય કામ માટે જાય, પછી એની કાઢેલી ગોચરીમાંથી કોઈપણ ચીજ એને પૂછ્યા વિના ન લેવાય. “અત્યારે જરૂર છે, એમના પાત્રામાં છે. આપણે લઈ લો, એમના માટે વધઘટમાં લઈ આવશું...” એમ વિચારીએ અને કરીએ એ ન ચાલે. કેમકે ધારો કે વધઘટમાં એને પ્રતિકૂળ ગોચરી આવી તો ? વધઘટ લાવતા વિલંબ થયો અને એને વહેલું વાપરવાનું મન થાય તો ? ચોમાસામાં વરસાદાદિના કારણે વધઘટ માટે નીકળી જ ન શકાય. કે ઘણો વિલંબ થાય તો ?... આ બધા કારણોસર એને પીડા થાય. માટે જ એની રજા લીધા વિના એની કાઢેલી ગોચરીમાંથી એક પણ વસ્તુ લઈએ તો એ સ્વામી-અદત્ત જ ગણાય.
(ડ) સાધુનો માત્રાનો પ્યાલો પડ્યો હોય, એ એને પૂછ્યા વિના – રજા લીધા વિના ન પરઠવાય. કેમકે એ પ્યાલાની માલિકી એની છે. ઘણીવાર એવું બને કે એને બાધા હોય કે “મારે મારો પ્યાલો જાતે જ પરઠવવો.” હવે જો બીજો સાધુ ગૂપચૂપ રીતે એનો પ્યાલો પરઠવી આવે તો એ સાધુને બાધાનો ભંગ થવાથી આર્તધ્યાન થાય, ખેદ થાય, કદાચ ઝઘડો પણ કરી બેસે. •
સ્પંડિલના પ્યાલા માટે પણ આ જ વાત સમજી લેવી.
(ઢ) ઉપાશ્રયમાં જે સાધુ જે સ્થાને ગોઠવાયો હોય, તે સ્થાનની માલિકી એ સાધુની ગણાય. એની રજા વિના ત્યાં આરામ કરીએ કે ત્યાં પાઠ લેવા-આપવા બેસીએ કે ત્યાં શ્રાવકો સાથે વાતચીત કરવા બેસીએ તો એ પણ સ્વામી – અદત્ત જ છે. સ્થાનના માલિક સાધુને આ બધું ન પણ ગમે, એને અવાજ વગેરેને લીધે ત્રાસ થાય, ઊંઘ ન આવે,... માટે આ પણ તેય છે, ખોટું છે.
(ત) “એ શ્રાવક તો મારો ભક્ત છે, પાંચ-દસ હજારનો ખર્ચો એને પૂછ્યા વિના પણ કરી લઉં તો કોઈ વાંધો નહિ' એમ વિચારીને જો સાધુ તે તે શ્રાવકની રજા લીધા વિના એના નામે તપના બેસણા કે શિબિર કે વરઘોડાદિના કોઈ ચડાવાનો લાભ લેવડાવે અને પાછળથી શ્રાવકને કહે કે “તમારા નામે આટલો લાભ લીધો છે” તો આપણે શ્રાવકના ધનની એક પ્રકારની ચોરી જ છે. એની ઈચ્છા ન હોય તો એને દુઃખ થાય. જો શરમના કારણે ના ન પાડી શકે તો આર્તધ્યાન સાથે રકમ ચૂકવે, સાધુ પ્રત્યે અરુચિ પામે. માટે આ રીતે ન કરાય. | (થ) શ્રાવકની હાજરીમાં જ, પણ બળજબરીથી પૈસા લખાવડાવીએ કે “તમારા પાંચ હજાર નહિ ચાલે, તમારે દસ લખાવવા જ પડશે...” તો એ પણ એક પ્રકારનું અદત્તાદાન છે. -૦૯--૦૯-૦૯-૦૯-૦૯ - - - - ૨૦૫ --- --------------------