________________
જ
જ
સર્વથા અદત્તાદાન વિરમણ માવત
:
તત્ત્વાર્થસૂવૃત્તિ પ્રમાણે એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે
પ્રમત્તયો વિદ્વત્તાવીને તેયં કોઈએ નહિ આપેલી વસ્તુ પ્રમાદયોગથી લેવી એ ચોરી.
અહીં પ્રમાદ એટલે રાગ, દ્વેષ અને શક્તિનિગૂહન એ ત્રણેય સમજવા.
સૂત્રમાં અને વા નારે વા ર0 વા જે લખ્યું છે, તે એ દર્શાવવા માટે કે કોઈપણ ક્ષેત્રમાં આ અદત્તાદાન નથી કરવાનું. બધું વા = સસ્તુ વડું વા = મોઘુ.
વા = નાનું થુક્ત વા = મોટું. વિત્તમંત વ = સચિત્ત વિત્તમંત વા = અચિત્ત.
આમાં તે તે વસ્તુનો જે માલિક હોય, એ જયાં સુધી તે વસ્તુ સાધુને ન આપે, કે ન અપાવડાવે ત્યાં સુધી એ વસ્તુ અદત્ત ગણાય. આવી માલિકે નહિ આપેલી વસ્તુ જો સાધુ લે તો સાધુને અદત્તાદાનનો દોષ લાગે. એ પણ જો પ્રમાદથી લે તો જ દોષ, અન્યથા નહિ.
શિષ્ય : વસ્તુના માલિક કોણ કોણ હોય ?
ગુર: સામાન્યથી ચાર પ્રફારના માલિક છે. (૧) સ્વામી (૨) જીવ (૩) ગુરુ (૪) તીર્થકર.
હવે આમાં શી રીતે તેય સંભવે એ જોઈએ. (૧) સ્વામી-અદત્ત :
(ક) વસ્ત્ર-પાત્રા-દાંડો-સુપડી-પુસ્તકો-પ્રતો + બોલપેન - ટેબલ – પાટ વગેરે જે સાધુએ ગુરુની રજાથી લીધા હોય, તે બધાનો માલિક તે તે સાધુ ગણાય. હવે જો આપણે સાધુને પૂછડ્યા વિના એનો દાંડો લઈ જઈએ, તરાણી કે પાત્રાદિ લઈ જઈએ, એની કામળી વગેરે પહેરી લઈએ, એની બોલપેન કે ટેબલ કે સુપડી વગેરે લઈએ... તો એ સ્વામી-અદત્તનું ગ્રહણ કહેવાય. આમાં ત્રીજા મહાવ્રતનો ભંગ થાય.
પ્રશ્ન : પણ એ સાધુ આપણો પાકો મિત્ર હોય તો પણ એની વસ્તુ એને પૂછયા વિના ન લેવાય.
- ઉત્તર : ના, એ બધા સાંસારિક મૈત્રી સંબંધોને લોકોત્તર શાસનના આચારોમાં ન ઘુસાડવા. એની સાથે ભલે આપણી આત્મીયતા હોય, છતાં એને પૂછ્યા વિના લઈએ તો એને દુ:ખ પણ થાય. એ વસ્તુને શોધ્યા કરે, ન મળવાથી દુઃખી થાય... આ બધાના કારણે છેલ્લે એને ક્રોધ પણ જાગે. એટલે જ ભલે ને એ સાધુ આપણો લંગોટીયો મિત્ર હોય, ભલે ને એ સંસારી સગો ભાઈ હોય તો પણ એને પૂછ્યા વિના કંઈ જ ન લેવું. - - - - - - - - - - - - - - - - - - - - - ૨૦૧ ------