________________
મહાવ્રતો
વીરશાસનમાં જે સાત-આઠ નિદ્ભવો થયા છે. તેઓ ઉત્સૂત્રમાન્યતાપૂર્વક ઉત્સૂત્રપ્રરૂપણા કરનારા હતા, માટે જ નિહ્નવ છે. જો ઉત્સૂત્ર માન્યતા ન હોત, અનાભોગથી કે વિશેષ કારણસર જ ઉત્સૂત્રપ્રરૂપણાવાળા હોત તો તેઓ નિષ્નવ ન ગણાત એ સ્પષ્ટ વાત છે.
**
આમ ઘણા બધા પદાર્થોથી એ તો દીવા જેવું સ્પષ્ટ સમજાય છે કે જેમ બીજા બધા મૃષાવાદોમાં અપવાદ હોય, તેમ ઉત્સૂત્રપ્રરૂપણામાં પણ અપવાદ હોય જ. અને અપવાદમાર્ગ જીવને મોક્ષ તરફ લઈ જાય...
પણ
પૂર્વે જણાવ્યું તેમ અપવાદ એ કાચો રસ્તો છે, લપસણીયો પત્થર છે. અપવાદમાર્ગે આગળ વધવું ઘણું ઘણું અઘરું છે. નિરતિચાર અપવાદ એ સાતિચાર અને છેવટે ઉન્માર્ગ બની જાય તો કોઈ નવાઈ નહિ. માટે જ બને ત્યાં સુધી તો કારણસર પણ ઉત્સૂત્રપ્રરૂપણાનો આશરો ન જ લેવો, એ મહાભયંક૨ નુકસાનો સર્જી શકે છે. જરાક પણ ગફલત થઈ તો સીધો અનંતસંસાર પણ ઉભો કરી દે.
એનો સારાંશ ફરી યાદ કરી લઈએ.
(૧) પ્રમત્તયો વસંતમિયાન અમૃતં = કષાય - નોકષાયથી પ્રેરાઈને જૂઠ બોલવું એ મૃષા! (૨) પુષ્ટાલંબનથી યતનાપૂર્વક જૂઠ બોલાય તો એમાં બીજા મહાવ્રતનો ભંગ થતો નથી. પણ એમાં સંસ્કારો ખોટા ન પડી જાય એની કાળજી ખૂબ કરવી રહી.
(૩) જડતાપૂર્વક સત્યને પકડી રાખવું, એનાથી મોટા નુકસાનો ઉભા થવા દેવા એ સત્ય પણ હકીકતમાં ઉન્માર્ગ છે, મોક્ષમાર્ગ નથી.
(૪) જૂઠ બોલવાના કારણો જ ન હોય, એટલે શાસ્રીય રીતે સત્ય બોલવું એ નિરતિચાર - ઉત્સર્ગ.
(૫) સાચું પણ લંબાવીને બોલવું, મુહપત્તિ વિના બોલવું... એ સાતિચાર ઉત્સર્ગ. (૬) મોટા નુકસાનો ભલે આવે, તો ય સત્ય જ બોલવું એ ઉન્માર્ગ ઉત્સર્ગ. (૭) ગીતાર્થ / ગીતાર્થનિશ્રિત પુષ્ટાલંબનથી યતનાપૂર્વક જૂઠ બોલે એ નિરતિચાર અપવાદ.
(૮) મંદ-આલંબનથી કે અલ્પયતનાથી જૂઠ બોલવું એ સાતિચાર અપવાદ. (૯) વગર કારણે, બેફામ બનીને જૂઠ બોલવું એ ઉન્માર્ગ અપવાદ. પ્રશ્ન : વૃત્તિમાં તો પ્રેમ, દ્વેષ, કલહાદિથી થતા મૃષાવાદનો પણ ઉલ્લેખ કરેલો છે, એ તમે કેમ નથી જણાવ્યા ?
ઉત્તર : એ બધાનો કષાય-નોકષાયમાં સમાવેશ થઈ શકે છે, એટલે એ બધા પણ
* ૧૯૮******
**