________________
-----------૦૯ સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત -૪૯-૯-૧૯૯૯
હવે જે વસ્તુ શાસ્ત્રીયદષ્ટિએ અચિત્ત છે, એને શાસ્ત્રીયદષ્ટિથી સચિત્ત કહેવી એ ઉસૂત્ર પ્રરૂપણા છે, છતાં પણ ગુરૂ ત્યાં દોષના ભાગીદાર બનતા નથી જ.
* ગીતાર્થ સાધુ કારણસર યતનાથી દોષ સેવે, તો એને કોઈપણ પ્રાયશ્ચિત્ત ન જ આવે આ સસૂત્ર પદાર્થ છે. પણ જો એ દોષસેવનને બીજા અગીતાર્થો પણ જાણી ગયા હોય અને એટલે એને પ્રાયશ્ચિત્ત ન આપવામાં આવે, તો અગીતાર્થોમાં દોષની સૂગ નીકળી જાય, અનવસ્થાદિ દોષો ઉભા થાય. આ દોષો અટકાવવા માટે ગુરુ પેલા સાધુને કહે કે “તેં આ જે દોષો સેવેલા છે, એ બદલ તને આટલું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે..”
ખરેખર જે દોષસેવનનું પ્રાયશ્ચિત્ત જ નથી, એ સસૂત્રપદાર્થની સામે ગુરુ ત્યાં પ્રાયશ્ચિત્ત દર્શાવે છે, એ ઉસૂત્ર જ છે અને છતાં ગુરુ લેશ પણ દોષના ભાગીદાર બનતા નથી.
* કોઈક જૈનેતરો કદાગ્રહથી એમ માને છે કે “આત્મા અનિત્ય જ છે.” એની આ મિથ્યા માન્યતાનું ખંડન કરવા માટે સાધુ આવું બોલે કે “આત્મા નિત્ય જ છે.” અને પછી યુક્તિઓ દ્વારા આત્માને નિત્ય તરીકે સાબિત કરે. - હવે ખરેખર તો “આત્મા કથંચિત્ નિત્યાનિત્ય છે.” છતાં પણ સાધુ “આત્મા નિત્ય જ છે” એ વાતને જોરશોરથી પ્રરૂપે, તો એ આમ તો ઉસૂત્ર જ છે, છતાં પણ બીજાના મિથ્યાત્વને દૂર કરવા માટેની આવી દેખીતી ઉસૂત્ર પ્રરૂપણા કર્મક્ષય જ કરાવે છે. શાસ્ત્રો
એને નયદેશના કહે છે. એમાં જ કારનો ઉપયોગ કરવાની પણ છૂટ છે. એ વખતે જો નિત્યાનિત્યની ભેગી વાત કરે તો પૂર્વપક્ષને તોડવામાં મહેનત વધી જાય...
* શ્રી દશવૈકાલિકસૂત્ર પ્રવૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ફરમાવ્યું છે કે “વાદીને જીતવા માટે ક્યારેક ઉત્સુત્ર પણ બોલાય. જેમકે રોહગુપ્ત પરિવ્રાજકને જીતવા માટે નો જીવ પદાર્થની પ્રરૂપણા કરી.” આ પ્રરૂપણા ઉત્સુત્ર હતી, એ તો બધા જાણે છે. છતાં વાદીને જીતવા માટે, એના દ્વારા શાસનહીલના અટકાવવા અને શાસનપ્રભાવના કરવા માટે ઉત્સુત્રપ્રરૂપણાની પણ સંમતિ અપાઈ.
રોહગુપ્ત નિહુનવ જાહેર થયો છે. એ એની ઉત્સુત્રપ્રરૂપણાના કારણે નહિ, પણ ઉસૂત્રમાન્યતાના કારણે ! તે પોતે પણ એવું માનવા માંડેલો કે “નોજીવ નામનો પદાર્થ છે.” ઉસૂત્રમાન્યતા આવે તો તો મિથ્યાત્વ આવવાનું અને એટલે જ એ નિહુનવ જાહેર થયો. એની માન્યતા જો સ્પષ્ટ હોત કે પદાર્થ બે જ છે. જીવ અને અજીવ.' તો એ નિહનવ ન ગણાત.
ટુંકમાં અશુભ પરિણતિ કરવાની છૂટ નથી અપાતી, પણ અશુભપ્રવૃત્તિની તો અપવાદમાર્ગે રજા અપાય જ છે. ઉસૂત્રમાન્યતા એ અશુભ પરિણતિ છે, ઉસૂત્રપ્રરૂપણા એ અશુભપ્રવૃત્તિ છે. જલજ - - - - - - - - - - - - ૧૯ - - - - - - - - - - - - - - - - - - -