________________
૯ - ૪૯ - -૦૯-૯-૧૯૪૯ ૪૯ - મહાવ્રતો ૯૯૯-૯-૦૯-૦૯-૦૯-૨૯-૯૦-૯--ના
એમ સસુત્ર પદાર્થ પણ જો કોઈ સાધુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે ઉત્સુત્ર લાગે અને છતાં વ્યક્તિરાગ, કદાગ્રહ વગેરેને કારણે સાધુ સસૂત્રને પણ ઉત્સુત્ર સમજીને પ્રરૂપે તો સસૂત્રને પણ ઉત્સુત્ર માનીને પ્રરૂપનાર સાધુ ઉસૂત્રપ્રરૂપણાનું પાપ જ બાંધે છે અને માટે જ સસૂત્રપ્રરૂપણા કરવા છતાં પણ એને ઉસૂત્રપ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત આપવું પડે... શું આ વાત બરાબર નથી ?
(ઘ) ઉપરના ત્રણ દષ્ટાન્તોમાં તો ઉસૂત્રપ્રરૂપણા કરનારને “આ ઉત્સુત્ર છે” એવો ખ્યાલ જ નથી, અને એટલે એને કર્મક્ષય દર્શાવ્યો છે.
પણ જેમ કોઈ સાધુ માંદગી વગેરે કારણોસર આધાકર્મીને આધાકર્મી તરીકે જાણવા છતાં પણ મોટા નુકસાનોથી બચવા માટે આધાકર્મી વાપરે તો એ અપવાદમાર્ગનો જ આરાધક છે અને કર્મક્ષયને પ્રાપ્ત કરનારો છે, એમ કોઈ સાધુ અમુક પદાર્થો માટે એ બોધ ધરાવે છે કે “આ સસૂત્ર છે અને આ ઉત્સુત્ર છે તેમ છતાં એ સાધુને જો એમ લાગે કે હું આમાં સસૂત્ર પ્રરૂપણા કરીશ, તો મોટું નુકસાન થવાનો સંભવ છે, તો સાધુ સસૂત્ર ન બોલે અને ઉત્સુત્ર જાણીને પણ ઉત્સુત્ર બોલે, તો પણ એ અપવાદમાર્ગનો આરાધક છે, અને કર્મક્ષય પ્રાપ્ત કરે છે.
સાર એ કે – પુણાલંબનથી નિર્દોષ ત્યાગીને સદોષ વાપરનાર સાધુ કર્મક્ષય પામે છે, પુષ્ટાલંબનથી સસૂત્ર ત્યાગીને ઉત્સુત્ર બોલનાર સાધુ કર્મક્ષય પામે છે. – પુષ્ટાલંબન વિના જો સદોષ વપરાય, તો ખૂબ પાપ બંધાય. પુષ્ટાલંબન વિના જો ઉસૂત્ર બોલાય, તો ખૂબ પાપ બંધાય. આ વાતમાં દષ્ટાન્તો વિચારીએ.
* શાસ્ત્રીયદષ્ટિએ અમુક વસ્તુ ખરેખર અચિત્ત હોય, પણ સેંકડો વર્ષોથી પરંપરાથી એ વસ્તુનો સચિત્ત તરીકે જ વ્યવહાર થતો હોય. હવે જો કોઈ સાધુ શંકા પડવાથી ગીતાર્થ ગુરુને પૂછે કે “આ વસ્તુ ખરેખર સચિત્ત કે અચિત્ત ?” તો ગીતાર્થ ગુરુ જો એ સાધુની પરિપક્વતા જણાય તો એમ કહે કે “શાસ્ત્રીય દષ્ટિએ એ અચિત્ત છે, પણ પરંપરાથી એને સચિત્ત માનવાની છે અને ત્યાગવાની છે.”
પણ જો એ ગુરને એમ લાગે કે “આ સાધુ પરિણત નથી, જો એને સાચી વાત કહીશ, તો એ બધાને કહેતો જશે અને સ્વયં પણ એને અચિત્ત માની વાપરતો થશે. જો આમ થશે તો ચાલી આવતી પરંપરાનો લોપ થશે, લોકોમાં બુદ્ધિભેદ થશે, લોકો મિથ્યાત્વ પામશે. માટે આને સાચી વાત કહેવા જેવી નથી.” તો ગુરુ એને એમ જે કહેશે કે “આ સચિત્ત જ છે.”