________________
------ ------ સર્વથા મષાષાવાદ વિરમણ મહાવ્રત
- - શ્રાવકને અમુક છૂટોવાળું ચતુર્થવ્રત પણ છે. આ શ્રાવક એકબાજુ વ્રત ન તૂટે એ રીતે અબ્રહ્મ પણ સેવે છે, તો બીજી બાજુ રસ્તે ચાલતી કીડીને જાણી જોઈને આંગળીથી ઘસી ઘસીને મારી નાંખે છે.
હવે તું બોલ સ્વસ્ત્રી સાથે અબ્રહ્મસેવન એ મોટું પાપ કે કીડીને જાણી જોઈને ઘસી ઘસીને મારી નાંખવી એ મોટું પાપ ?
કોઈપણ કહેશે કે કીડીને મારી નાંખવી એ મોટું પાપ !
પણ હવે ઉત્સર્ગ-અપવાદની વાત આવે ત્યારે એ શ્રાવક ગ્લાન સાધુ રાત્રે ગંભીર બિમારીમાં પટકાય, તો કીડી વગેરેની પરવા કર્યા વિના દોડાદોડ કરે, રાત્રે ગાડી દોડાવે.. એમાં ઘણી કીડી મરી પણ જાય, છતાં એ એના માટે અપવાદ ગણાશે. પણ શું અબ્રહ્મમાં એને આવો કોઈ અપવાદ ખરો ?
કીડી પર ધડ કરતો પગ મૂકી દેવો એ શ્રાવક માટે સ્વસ્ત્રીમૈથુન કરતા મોટું પાપ હોવા છતાં પણ એમાં અપવાદ છે, કેમકે તેવા તેવા પ્રસંગોમાં એ રાગદ્વેષ વિના થઈ શકે છે. પણ સ્વસ્ત્રીમૈથુનમાં અપવાદ નથી. (વ્રતનો ભંગ ભલે એ શ્રાવકને ન હોય. તો પણ એમાં અપવાદ તો નહિ જ.)
તો આ જ વાત ઉસૂત્રપ્રરૂપણામાં પણ સમજવી કે ઉસૂત્રપ્રરૂપણા એ મૈથુન કરતા મોટું પાપ હોવા છતાં એમાં અપવાદ હોઈ શકે છે, કેમકે તેવા તેવા પ્રસંગોમાં એ દોષ રાગદ્વેષ વિના પણ સેવાય છે. જ્યારે મૈથુન રાગદ્વેષ વિના સેવી શકાતું નથી.
એટલે આનંદઘનજી મહારાજના શબ્દોનો તાત્પર્યાર્થ તો આ જ છે કે કોઈ સાધુ કદાગ્રહી બનીને કે પાત્રતાદિનો વિચાર કર્યા વિના સ્વચ્છંદમતિથી પદાર્થોની પ્રરૂપણા કરે તો એ મહાનુકસાન કરનાર બનતું હોવાથી એ દષ્ટિએ મૈથુન કરતા પણ ભયંકર પાપ છે. પણે એ ઉસૂત્રપ્રરૂપણા કારણવશ રાગદ્વેષ વિના કરવી પડે ત્યારે તે અપવાદમાર્ગ બને છે, અને નિર્જરા કરાવનારી બને છે. મૈથુનમાં આ હકીકત સંભવિત નથી. કેમકે એમાં રાગ થાય જ છે.
શિષ્ય : અરેરે ! ગુરુવર ! આપ આ શું બોલ્યા ? કેવું ઉત્સુત્ર બોલ્યા ! ‘ઉસૂત્રપ્રરૂપણા અનંતસંસાર વધારે' એમ બોલવાને બદલે “ઉસૂત્રપ્રરૂપણા નિર્જરા કરાવનાર બને.' એમ બોલો છો ? હાય ! આ શી રીતે સંભવે ? કાં તો આપ આ પદાર્થ બોલવા અંગે ક્ષમા માંગો, કાં તો એનો સ્પષ્ટ અર્થ મને દષ્ટાન્ત સાથે સમજાવો.
ગુર : હું જાણું છું કે મારી વાત તને જલ્દી નહિ સમજાય. “ઉસૂત્રપ્રરૂપણા પાપ જ બંધાવે' એ વાત એટલી બધી રૂઢ થઈ ગયેલી છે કે મારી વાત ખોટી જ લાગે.
પણ શિષ્ય ! અનેકાન્તવાદને સમજવા માટે ખૂબ ધીરજ જોઈશે. આપણે માની
કકકકકકકક
જ
૧૯૩
-
-
- જા
જા
જા
જા
જ