________________
સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત
હું જૂઠ નહિ બોલું, સામેના ઘરમાં પેલા ભાઈને કોઈકનું ગળચું દાબી મારી નાંખતા મેં નજરોનજર જોયો છે. હું પોલીસને કહી જ દઈશ. હત્યા કરનારાને શિક્ષા થવી જ જોઈએ. ન્યાય તોળાવો જ જોઈએ...”
આવા આવા ઉંધા વિચારો એ કેળવી લે અને ઉન્માર્ગ-ઉત્સર્ગ રૂપ સત્યભાષાનો ભાષક બને, જે ભયાનક નુકસાનો નોંતરે એ નિશ્ચિત હકીકત છે.
(૨) જે પુષ્ટકારણસર યતનાપૂર્વક જૂઠ બોલે એ આમ તો અપવાદનો આરાધક છે. પણ આ સંસ્કાર ખોટા પડે, તો ધીરે ધીરે એ નાના કારણોસર પણ જૂઠ બોલતો થઈ જાય, એમાં યતનાનું ગણિત ન સાચવે. આમ સાતિચાર અપવાદનો આરાધક બને. અને ધીરે ધીરે બિન્ધાસ્ત બનીને વાતે વાતે મૃષા બોલતો થઈ જાય, એને એ અપવાદ માને. હકીકતમાં એ ઉન્માર્ગ હોય.
એટલે જ અહીં પણ સમજી લેવું કે જો કારણસર પણ જૂઠ ન બોલવાથી થતું નુકસાન અલ્પ હોય, સહી શકાય એમ હોય તો થોડું નુકસાન વેઠીને પણ સત્ય બોલવું. જેથી મૃષા બોલવાના સંસ્કારો ઘૂસી ન જાય અને વાતે વાતે મૃષા બોલવાનું શરુ ન થાય. પણ જો શાસનહીલના, આત્મહીલના કે મોટી સંયમવિરાધના થવાની હોય, તો એ અટકાવવા જૂઠ બોલવું પડે તો બોલવું.
બાકીની ઘણી ખરી બાબતો હિંસાની જેમ સ્વયં વિચારી લેવી.
શિષ્ય : એક મહત્ત્વનો પ્રશ્ન ! તમે અત્યારે જ કહ્યું કે પુષ્ટ કારણસર યતનાપૂર્વક જૂઠ બોલીએ તો એ અપવાદમાર્ગ છે. એમાં કર્મક્ષય જ થાય છે. કોઈ નુકસાન થતું નથી. બરાબર ને ? તો શું પુષ્ટકારણસર ઉત્સૂત્રપ્રરૂપણા કરી શકાય ? પુષ્ટ કારણસર શાસ્ત્રવિરૂદ્ધ બોલી શકાય ? શું ઉત્સૂત્રપ્રરૂપણામાં અપવાદ છે ? ઉત્સૂત્રપ્રરૂપણા કરવા છતાં કર્મબંધ તો ન થાય, ઉલ્ટું વધુ ને વધુ નિર્જરા થાય... શું આ વાત સંભવિત છે ?
આનંદઘનજી તો કહે છે કે “પાપ નહિ કોઈ ઉત્સૂત્રભાષણ જિસ્યો... ઉત્સૂત્રપ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. અર્થાત્ આનંદઘનજીના મત પ્રમાણે તો અબ્રહ્મસેવનના પાપ કરતા પણ ઉત્સૂત્રપ્રરૂપણા વધુ ભયંકર પાપ છે ને ? હવે જો અબ્રહ્મ સેવનના પાપમાં કોઈ પણ અપવાદ ન હોય, તો એના કરતા વધુ ભયંકર એવા ઉત્સૂત્રપ્રરૂપણાના પાપમાં તો અપવાદ ન જ હોય ને ?
એટલે તમારી બધી વાત બરાબર, પણ એમાં ઉત્સૂત્રપ્રરૂપણાની બાદબાકી કરી નાંખો. એમાં અપવાદ ન હોઈ શકે. એમ મને લાગે છે.
ગુરુ : પહેલી વાત તો એ કે નાવવા ગુસ્સા તાવડ્યા એવ અવવાયા એ સૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જેટલા ઉત્સર્ગ છે, એટલા જ અપવાદ છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણા ન
૧૯૧ * *
*****