________________
* મહાવ્રતો
ગુરુ : ચોક્કસ ! તત્ત્વાર્થસૂત્રવૃત્તિકા૨ે ‘પ્રમત્તયો સમિધાનમનૃતમ્' એમ જ વ્યાખ્યા દર્શાવી છે. પ્રમાદ એટલે કષાય અને નોકષાય ! જો કષાય કે નોકષાયથી પ્રેરાયા વિના કોઈક કારણસર યતનાપૂર્વક જૂઠ બોલવામાં આવે તો એ મૃષા નથી, એ મહાવ્રતનો ભંગ નથી. એમાં કર્મક્ષયની જ પ્રાપ્તિ થાય છે.
અહીં પણ પ્રથમ મહાવ્રતની જેમ આ વાત સમજી લેવી કે
(૧) ગીતાર્થ/ગીતાર્થનિશ્રિત સાધુ, (૨) કારણસ૨, (૩) યતનાપૂર્વક જૂઠ બોલે તો એ અપવાદમાર્ગ છે. અને અપવાદમાર્ગ મોક્ષનો જ માર્ગ હોવાથી એના દ્વારા સાધુ મોક્ષ તરફ જ આગળ વધે છે. કર્મક્ષય જ કરે છે. એમાં સાધુ કોઈપણ પાપ બાંધતો નથી.
હવે આ અંગે કેટલાક દૃષ્ટાન્તો જોઈએ.
(ક) નાના કે નવા સાધુનો પહેલો-બીજો લોચ હોય, લોચ અઘરો પડતો હોય, સાધુ ખૂબ ત્રાસ પામતો હોય. એ વખતે એને આશ્વાસન આપવા માટે ગુરુ તથા અન્ય સાધુઓ બોલે કે “અરે, આ તો ઘણો બધો લોચ થઈ ગયો છે. બસ, હવે તો થોડો જ બાકી છે. ૧૫-૨૦ મિનિટમાં તો પતી જશે...'' હવે ખરેખર તો લોચ ઘણો બાકી હોય, અડધોપોણો-એક કલાક થવાનો હોય, છતાં પેલા સાધુને સમાધિ મળે એ માટે ગુરુ તથા અન્ય સાધુઓ જૂઠ બોલે, તો આ અપવાદ છે. તેઓ કારણસર યતનાથી જૂઠ બોલે છે. કોઈ કષાયભાવથી કે ઠઠ્ઠા-મશ્કરી માટે આ રીતે જૂઠ બોલંતા નથી.
(ખ) નવપૂર્વથી ઓછું જ્ઞાન ધરાવનાર ગીતાર્થ ગુરુઓ સાધુની આલોચના સાંભળે, ત્યારે કુલ ત્રણવાર એની પાસે બધું બોલાવડાવે. એમાં પ્રથમવાર બોલાઈ રહે, ત્યારે કહે કે “હું તો ઉંઘી ગયેલો, ઝોકા ચડી ગયેલા. એટલે મેં કંઈ સાંભળ્યું નથી. તું બીજીવાર બોલ...” બીજીવાર બોલાઈ રહે. ત્યારે કહે કે “હું તો બીજા જ કોઈ વિચારમાં ચડી ગયેલો. મેં સાંભળ્યું નથી, તું ત્રીજી વાર બોલ...”
આ રીતે ત્રણવાર આલોચના એટલા માટે કરાવે કે “પેલો સાધુ માયા-કપટ તો કરતો નથી ને ? ત્રણે વખતે જો એકસરખું બોલે, તો ખ્યાલ આવી જાય કે કપટ નથી કરતો...” મૂળ વાત એ કે આલોચના સાચી કરાવવા માટે ગુરુ ઉંઘ ન આવી હોવા છતાં ઉંઘ આવી હોવાનું બોલે, મન બીજા વિચારોમાં ન ગયું હોવા છતાં મન બીજા વિચારોમાં ગયું હોવાનું કહે... આ બધું જૂઠ એ અપવાદ માર્ગ છે.
(ગ) કોઈ સાધુ-સાધ્વી માંદા પડે, રીપોર્ટ કઢાવતા ખબર પડે કે ‘એને કેન્સર છે’ તો પણ જ્યારે એ માંદો સંયમી પૂછે કે “રીપોર્ટ શું આવ્યો ?” ત્યારે જો એને આઘાત લાગે એમ હોય તો ત્યારે તો એની સમાધિ ટકાવવા માટે ગુરુ વગેરે જવાબ આપે કે “વિશેષ કંઈ નથી. રીપોર્ટ લગભગ સામાન્ય છે. દવા લેવી પડશે..”
૧૮૮૪.