________________
જા
જા
જા જા જા જા
જજ
મહાવતો
--- --
--
(૧૬) વિદાં વિવેaો... દાવાનળથી જેમ ઘાસ બળી જાય, એમ કદાગ્રહથી વિદ્યાવિનય-વિવેક-વિશુદ્ધિ-સિદ્ધાન્તરાગ-ઉદારતા... બધા ગુણો બળી જાય.
(૧૭) સ્વાર્થ.... અધમાધમ કદાગ્રહીઓને માત્ર સ્વાર્થ પ્રિય હોય છે, ગુણવાન નહિ. એમની મૈત્રી મૂર્ખાઓ સાથે હોય છે, કેમ કે તેઓ જ એના કદાગ્રહને સાચો માનનારા હોય. પણ તત્ત્વજ્ઞાતાઓ સાથે એમની મૈત્રી નથી હોતી. કેમકે તેઓ તો કદાગ્રહીના કદાગ્રહને પિછાણીને એનો વિરોધ કરવાના જ
મહામહોપાધ્યાયજીએ કુલ ૨૨ ગાથામાં કદાગ્રહની ભયંકરતાનું વર્ણન કર્યું છે. યોગસારના પાંચ સ્તબકોમાં એક આખો સ્તબક આ કદાગ્રહને છોડવાનો ઉપદેશ આપવા માટે જ છે.
શિષ્ય : આપની વાત સાચી છે. આજે મને પણ કેટલા બધા કદાગ્રહીઓ દેખાય છે. જેઓ ગમે એટલું સમજાવીએ તો પણ સમજતા જ નથી. જુઓ ને, આ અજૈનો કેવા કદાગ્રહી છે. “આત્મા નિત્યાનિત્ય છે એવી સાવ સીધી સાદી બાબત અનેક દલીલો દ્વારા આપણે સમજાવીએ, તો પણ તેઓ સ્વીકારવા જ તૈયાર નથી.
ગુરુ : જગતના કરોડો જીવો કદાગ્રહી હશે, એની ના નથી. પણ તારી દૃષ્ટિ બીજાઓને કદાગ્રહી જોવા તૈયાર બની, પણ તેં તારી જાતનું નિરીક્ષણ કર્યું?
આપણી મોટી મુશ્કેલી એ જ છે કે દોષોની વાત આવે, ત્યારે આપણે પારકાના દિોષો જ નિહાળીએ. જાતમાં એ દોષ જોવાનો જ નહિ. -
કદાગ્રહની જ આ એક મોટી રામાયણ છે કે કદાગ્રહીને પોતાને તો એમ જ લાગે કે “હું કદાગ્રહી નથી, હું તો તત્ત્વરાગી છું.” હવે ખરેખર આ વાત સાચી કે ખોટી એ તો ગીતાર્થો જ જાણી શકે. પણ કદાગ્રહી ગીતાર્થોની વાત માને તો ને ? રે ! એ તો પોતાના જેવા જ કદાગ્રહીને ગીતાર્થ માની લઈ એની સાક્ષી લઈ લે કે આ ગીતાર્થ મને કદાગ્રહરહિત ગણે છે...” કેવી ભયંકર માયા !
યોગસારમાં કહ્યું છે કે परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ।
મોહથી મોહિત થયેલા જીવો બીજાઓને પતન પામતા જૂએ છે, પણ પોતાની જાત પણ પતન પામી રહી છે, એ એમને દેખાતું નથી. સંસારવૃદ્ધિનું કારણ એવું પરદોષદર્શન જ તેઓ કરતા હોય છે. શિષ્ય ! તારે અને મારે બંનેએ વિચારવાનું છે કે
એ અજૈનો આપણને કદાગ્રહી લાગે છે, કેમકે તેઓ આપણી સ્પષ્ટ વાત સ્વીકારતા નથી. રે! જૈનોમાં પણ આપણી વાત ન માનનારાઓ આપણને કદાગ્રહી - મિથ્યાત્વી લાગે
* * * * * * * * *
૧૮૬ જ જા
જા
જ
ક
- -
-
-
- -