________________
સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત
તો પણ કદાગ્રહીને કશું ગળે ન ઉતરે. એ પોતાની માન્યતાને છોડી જ ન શકે, એના વિરુદ્ધ એક અક્ષર પણ સાંભળી જ ન શકે.
(૭) પ્રભાવી... ગુરુ પ્રસાદ રૂપે સુંદર મઝાના પદાર્થો આપે, તો પણ કદાગ્રહી એને સ્વીકારી ન શકે. ખરેખર કાંટાઓ જ ખાનારા ઉંટડાઓ એમને દ્રાક્ષ આપવામાં આવે તોય ન જ ખાય ને ?
(૮) અસાદાત્... જેઓ કદાગ્રહના કારણે એવા હલકા માણસોની જ સંગતિ કરે છે, તેઓને વિદ્વાનપુરુષોને વિશે રતિ-શ્રદ્ધા થતી નથી. ખરેખર વિષ્ઠા ખાનારા કાગડાઓ મિષ્ટાન્ન ન જ ખાય.
(૯) નિયોનયત્યેવ... કદાગ્રહીઓ કેવા વિચિત્ર ! કે પોતે જે પદાર્થ માન્યો, એને સાચો સાબિત કરવા માટે બધી યુક્તિઓને મારી-મચડીને પણ પોતાના તરફ લઈ જાય. પણ યુક્તિઓ સહજ રીતે જે તરફ જતી હોય, તે તરફ પોતાની બુદ્ધિને વાળવા માટે આ જીવો તૈયાર હોતા નથી.
હાય ! જ્યાં પાણી નથી, તેવા રણપ્રદેશમાં પાણી ભરવા માટે ઘડો નાંખવાની વિચિત્રતા આદરનારા કદાગ્રહીઓ હાસ્યાસ્પદ બની રહે છે.
(૧૦) અસાદો... જેનો કદાગ્રહ નાશ પામ્યો નથી. તેને શ્રુત આપવું સારું નહિ. લંગડા-ભૂલા-મૂંગાને રાજ્યલક્ષ્મી આપીને રાજા ન બનાવાય.
(૧૧) આમે ઘટે.. જેમ કાચા ઘડામાં પાણી ભરવામાં આવે, તો કાચો ઘડો ફૂટે, અને પાણી પણ ઢોળાઈ જઈ નાશ પામે. એમ કદાગ્રહીને જો શ્રુત આપવામાં આવે, તો એ શ્રુત દ્વારા કદાગ્રહી પણ વિનાશ પામે અને એને અપાયેલું શ્રુત પણ વિનાશ પામે. (૧૨) અસાદાસ્ત... જે માણસ કદાગ્રહીને હિતોપદેશ આપે છે, એ તો કુતરીના શરીર પર કસ્તુરીનો લેપ કરવાની મૂર્ખતા કરે છે.
(૧૩) èન... જે માણસ મુશ્કેલીથી મળેલો સ્પષ્ટ આગમાર્થ કદાગ્રહીને આપે છે, તે માણસ દુ:ખી થાય છે. સેંકડો પ્રયત્નો બાદ બીજો મેળવીને એને ઉખરભૂમિમાં વાવનારો ખેડૂત તો દુ:ખી જ થવાનો ને ?
(૧૪) રૂમ્મા.... કદાગ્રહીના બધા ગુણો દોષ બની રહે છે. એની ચતુરતા કપટ ખેલવા માટે ઉપયોગી બને. એનું શાસ્ત્રજ્ઞાન પાપો આચરવામાં સાધનભૂત બને. એની પ્રતિભા, પટુતા લોકોને ઠગવા માટેનું શસ્ત્ર બને. એમની ધીરતા અહંકારનું કારણ બને. (૧૫) અસાહસ્થેન... કેળનું ઝાડ જો કાંટાના ઝાડની બાજુમાં હોય તો કાંટાઓ ખાઈ ખાઈને દુઃખી થાય. એમ સારા માણસો પણ જો કદાગ્રહીની સાથે રહે, મૈત્રી રાખે તો અંતે ભારે દુ:ખી થાય.
**
***** ૧૮૫ *****