________________
* સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત
તો બને ત્યાં સુધી પોતાના કોઈ નવા ચિંતનો ન મૂકવા. પણ જે પદાર્થો ગીતાર્થોને માન્ય તરીકે પ્રસિદ્ધ હોય, તેવા જ પદાર્થોની પ્રરૂપણા કરવી.
(૩) કદાચ નવા ચિંતનો અચાનક સૂઝે, અને એની પ્રરૂપણા થઈ જાય તો તે તરત ગીતાર્થ પાસે એ નવા ચિંતનો રજુ કરીને એમની સંમતિ મેળવી લેવી.
(૪) સૌથી મહત્ત્વની બાબત એ કે વારંવાર આપણે આત્માને એ પદાર્થથી ભાવિત રાખવો કે “હું છદ્મસ્થ છું, ઘણું ભણ્યો હોઉં તો પણ આજે મારું જ્ઞાન એક પૂર્વના લાખમાં ભાગ જેટલું પણ નથી. એટલે જ મારું ચિંતન ખોટું પણ હોઈ શકે છે. ભલે મેં ખૂબ સાવધાની પૂર્વક પદાર્થો નક્કી કર્યા છે. પણ તોય મારી બુદ્ધિ વામણી છે, મને ગુણદોષનો વિવેક કરતા ઓછો આવડે. એટલે જે બાબત મને તદન સાચી લાગે છે, તે જ વાત ગીતાર્થોને દોષવાળી પણ દેખાય અને દોષવાળી પણ હોય....’
એટલે જો ઘણા ગીતાર્થો મારા પદાર્થને ખોટો કહે તો હું એ પદાર્થની પ્રરૂપણા નહિ કરું. એ પદાર્થ ગીતાર્થોની દૃષ્ટિએ સમજવા માટેનો પ્રયત્ન કરીશ. એ સમજાશે તો તો હું મારો માનેલો પદાર્થ ખોટો લાગવાથી છોડી જ દઈશ. પણ ધારો કે એ ગીતાર્થોના માનેલા પદાર્થ કરતા મને મારો માનેલો પદાર્થ સાચો લાગે, એની યુક્તિઓ મળે... છતાં જો ઘણા ગીતાર્થો આ વાત સ્વીકારે નહિ, તો મારે તત્ત્વ જેવતિામ્યું કહીને એ પદાર્થની પકડ છોડી દેવી. પ્રરૂપણા ન કરવી. પ્રરૂપણા કરું તો પણ બંને મતોની પ્રરૂપણા કર્યા બાદ જ તત્ત્વ જેવતામ્ય કહી દઈશ.”
આવું આપણું માનસિક ઘડતર હોવું જોઈએ.
પણ આ રીતે કદાગ્રહને - સ્વમતરાગને - સ્વમાન્યવ્યક્તિરાગને - સ્વગચ્છરાગને દૂર ફગાવી દઈને સ્યાદ્વાદગગનમાં મુક્ત મને વિચરવું... એ ઘણું ઘણું કપરું છે. માટે જ તો આનંદઘનજી બોલી ઉઠ્યા ને ? કે “તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પણ જિનેશ્વરદેવની સેવા અઘરી છે.’
એ સેવા એટલે માત્ર જિનપૂજાદિ નહિ, પણ ઉપર મુજબની ઉત્તમકોટિની પરિસ્થિતિની આરાધના રૂપી જિનસેવા ઘણી અઘરી છે.
જુઓ કલિકાલસર્વજ્ઞશ્રીના વચનો !
कामरागस्नेहरागाविषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि ।
પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોની આસક્તિને ત્યાગી દેવી સહેલી છે. સ્વજનાદિ પ્રત્યેના સ્નેહભાવને ફગાવી દેવો સહેલો છે. પણ દૃષ્ટિરાગ - પોતે માનેલા મતનો રાગ - પોતે માનેલી વ્યક્તિના મતનો રાગ તો મહાપાપ છે. સજ્જનો પણ એને છેદી શકતા નથી. યોગસા૨માં કહ્યું છે કે
૧૮૩ * *