________________
---------- સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત છે-જલન -----------
વિષમકાળની બલિહારી છે કે કેટલાક જીવો થોડું-ઘણું ભણ્યા, એના ઉપરથી એમને પોતાનું જ્ઞાન ઘણું લાગ્યું. એમણે નવી કલ્પનાઓ, નવા ચિંતનો કર્યા, પુણ્ય જોર કરી ગયું એટલે એ પદાર્થો સાંભળીને લોકો ઘણા આકર્ષાયા, અને હજારો-લાખો સુધી એ પદાર્થો ફેલાયા. એ ચિંતકો ચારે બાજુ ભગવાનની જેમ પૂજાવા લાગ્યા... એ પછી ગીતાર્થોને એની એ પ્રરૂપણાઓની ખબર પડી, એમાં ભયંકર ઉસૂત્રો દેખાયા, તેઓએ ચિંતકોને ભૂલો દર્શાવી, પદાર્થ ખેંચી લેવા ભલામણ કરી. પણ આટલો બધો યશ જે ચિંતનથી મળેલો, એને એક ધડાકે ફગાવી દેવાનું કૌવત તો નિકટમોક્ષગામીમાં જ સંભવે. એટલે છેવટે કદાગ્રહ પકડાઈ ગયો, થોડા કુતર્કો મળી ગયા... એટલે દઢતા વધી. ના છુટકે ગીતાર્થોએ એ ઉસૂત્રોના ખંડન કરવા પડ્યા. પણ હાય રે પંચમકાળ ! લોકોમાં એવો પ્રચાર આપમેળે થયો કે “આ ખંડન કરનારાઓ ઈર્ષ્યાળુ છે, પેલા નૂતન ચિંતકોના વધતા જતા ભક્તો, વધતી જતી પુણ્યાઈ જોઈને તેઓ સળગે છે, માટે જ તેઓ ખંડન કરે છે...”
કેવા અનર્થ ફેલાયા ! ગીતાર્થોએ પણ સાચી વાત જાણવા-સમજવા છતાં ચૂપ જ થઈ જવું પડે એવી આ ભયંકર દશા !
ક્યાંક વળી વ્યક્તિરાગ, ગચ્છરાગ કામ કરી ગયો. કોઈકને કોઈક વ્યક્તિ ગમી ગઈ, એના ઉપર અનહદ રાગ થઈ ગયો. અને એણે એ વ્યક્તિનો પક્ષપાત કરી લીધો. “એ વ્યક્તિ જે કહે, એ સાચું જ. એને ખોટું કહેનારા બધા જ ખોટા. બધા જ મારા દુશ્મન !”
બાપ રે બાપ ! ક્યાં “પક્ષપાતો રમે વીરે' એમ ખુદ વીર પ્રભુ પર પણ વ્યક્તિરાગ ન રાખનારા આપણા પૂર્વજો ! વીરવચનોને પણ યુક્તિઓ પૂર્વક સ્વીકારનારા આપણા પૂર્વજો ! અને ક્યાં એક પૂર્વના પણ લાખમાં ભાગનું જ્ઞાન ધરાવનાર વર્તમાન વ્યક્તિઓ પર માત્ર વ્યક્તિરાગ રાખીને, કોઈપણ યુક્તિઓ-તર્કો વિચાર્યા વિના જ પદાર્થો સ્વીકારી લેનારા વર્તમાનના અમુક વ્યક્તિરાગીઓ !
આપણે કોઈ વ્યક્તિના કે કોઈ ગચ્છના રાગી બનવું નથી. આપણે તો તત્ત્વ પર શ્રદ્ધા કરવાની છે. આપણી હાલત જો એવી હોય કે “મારા ગુરુ વિરુદ્ધ કે મારા ગચ્છ વિરુદ્ધ કોઈ કંઈપણ બોલે, તો હું એ સાંભળી જ ન શકું મને ગુસ્સો જ આવી જાય. એ બોલનારા બધા તદન ખોટા જ લાગે. “એ બોલનારા સાચું બોલે છે કે ખોટું’ એટલું શાંતિથી વિચારવાની પણ મારી ધીરજ ન રહે..” તો માની લેવું કે આપણે પણ વ્યક્તિરાગના ચક્કરમાં ફસાઈ ગયા છીએ. આપણે ઉસૂત્રપ્રરૂપણાનો પણ ભોગ બની જઈએ, અને છેલ્લે મિથ્યાવી બનીને દીર્ઘસારી પણ બની જઈએ.
હાય ! આ શું આપણને માન્ય બને ? જો ના ! તો વ્યક્તિરાગ-ગચ્છરાગ છોડી - - - - - - - ૯૯૦૯૯-૧૮૧ - - - - - -- - - - - - - -