________________
- - - - - - - મહાવ્રતો કે જો જ - -
એ પ્રરૂપક પોતાની મતિથી અમુક પદાર્થ પાયા તરીકે નક્કી કરે, એ પછી એના આધારે નવા નવા સેંકડો પદાર્થો કલ્પ, પણ પાછળથી ગીતાર્થ સાધુ કહે કે “તમારા સેંકડો પદાર્થોનો મૂળ પાયો જ ખોટો છે. તમે એ સેંકડો પદાર્થો રદ કરો, પાયાનો પદાર્થ ખોટો હોવાથી એ દૂર કરી નવો સાચો પાયાનો પદાર્થ નક્કી કરો. પછી પુનઃ એના આધારે નવા પદાર્થો કલ્પો...”
એ પેલા પ્રરૂપકને ખૂબ જ ભારે પડી જાય.
પણ પોતે માનેલા ખોટા પદાર્થને છોડી દેવાનું ભારે પડવું એ જીવને જ ખૂબ જોરથી ભારે પડી જાય છે. અર્થાત્ જેઓ આ રીતે સ્વમતિમાં કદાગ્રહી બને, તેઓ પોતાનો સંસાર દીર્ઘ-દીર્ઘતમ બનાવી દે એવી પાકી શક્યતા છે.
એટલે જ જે આત્માર્થી હોય, એ કોઈપણ નવું ચિંતન કરે, તો પહેલા મુખ્ય ગીતાર્થો પાસે એ ચિંતન રજુ કરે. ગીતાર્થો જો કહે કે “તમારું ચિંતન બરાબર છે.” તો જ એ ચિંતક પોતાના ચિંતનને લોકો સામે રજુ કરે. પણ જો બહુ ગીતાર્થો એને ના પાડે તો ચિંતક પોતાના આગવા ચિંતનને લોકો સમક્ષ રજુ ન કરે. "
જુઓ, ૫૦ માળની બિલ્ડીંગનો પાયો જ્યારે તૈયાર થાય ત્યારે જાણકાર માણસો પાસે એ પાયાની પાકી તપાસ કરાવી લેવી એ જ સારી. જાણકારો કહે કે “પાયો પાકો છે. ૫૦ માળને વાંધો નહિ આવે.” એ પછી જ ઉપર ૫૦ માળ ચણવા સારા. બાકી પાયો તૈયાર કરીને, ૫૦ માળ બંધાવીને પાયાની તપાસ કરાવીએ, એનો ઝાઝો કોઈ અર્થ ખરો?
એવું અહીં પણ સમજી લેવું કે આપણા પદાર્થો નવા ચિંતન કરેલા હોય તો એ બધા સામે મૂકતા પહેલા ગીતાર્થોને બતાવવા. તેઓ એને સ્વીકારે, પછી એ પદાર્થો બધા સામે મુકાય. બાકી આપણે ચિંતવેલા પદાર્થો ગીતાર્થોને દર્શાવ્યા વિના હજારો સામે મૂકાઈ જાય, પુસ્તકો દ્વારા ચારે બાજુ ફેલાઈ જાય... એ પછી ગીતાર્થો પાસે એ પદાર્થો રજુ કરવા, એનો ઝાઝો અર્થ શો ? ફેલાઈ ગયેલા પદાર્થોને પાછા શી રીતે વાળવા?
જો કે “જાગ્યા ત્યારથી સવાર' એ ન્યાયે છેલ્લે પણ ગીતાર્થો પાસે પદાર્થો રજુ કરાય. અને એ જો ના પાડે તો એ પદાર્થ છોડી દઈ, ભવિષ્યમાં એનો ફેલાવો અટકાવાય તો પણ સારું જ છે. છતાં પહેલેથી જ એ કાળજી કરાય તો ઘણું વધારે સારું.
ખરી વાત તો એ છે કે જઘન્ય ગીતાર્થ, બહુશ્રુત જે બન્યા હોય, તેઓ નવા ચિતનો કરવાના હકદાર છે. ઓછા-વત્તા અભ્યાસુઓ પોતાની મતિ પ્રમાણે નવા ચિંતન કરે, એમાં ડગલે ને પગલે, ઉસૂત્રતા ઉભી થવાની. એટલે અ૫ અભ્યાસુઓએ એવી હોંશ ન કરવી કે “હું પણ નવું નવું વિચારું, નવું નવું પ્રરૂપું..” છતાં એ ગીતાર્થની પાસે જ હોય તો એને એ ચિંતનની હજી તક અપાય. પણ એ પણ બધું ગીતાર્થમાન્ય બનવું જરુરી છે.