________________
જ છે જે હાલ જે
મહાવતો ૯૯૯૯ - - - - - ૧૯૯૮ દેવો. હા ! એ વ્યક્તિ ઉપકારી છે, એ ગચ્છ ઉપકારી છે... તો એને ઉપકારી માનવાની તો કોઈ ના જ નથી. પણ એ વ્યક્તિ, એ ગચ્છ અલ્પજ્ઞાની હોવા છતાં દરેકે દરેક બાબતમાં એ સાચો જ હોય, એ જ સાચો હોય... આવું ન મનાય.
આનંદઘનજીએ પોતાની હૈયાની વેદના ઠાલવી છે ને ? કે ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્ત્વની વાત કરતા ન લાજે. ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર તલવારની દોહ્યલી...
આ લોકો કેવા ! એક બાજુ “આ મારો ગચ્છ ! આ પારકો ગચ્છ ! મારો ગચ્છ સારો, સાચો ! પારકા ગચ્છો ખરાબ-ખોટા ! મારા ગચ્છ જેવું કોઈ મહાન નથી...” આવા માત્ર ને માત્ર ગચ્છભેદને નિહાળે છે. એમાં સ્પષ્ટપણે ગચ્છરાગ તરવરે છે.
બીજી બાજુ એ જ ગચ્છરાગીઓ દ્વાદની, મોક્ષની... તત્ત્વની ઉંચી ઉંચી વાતો કરે છે. હાય ! કેવા આ બેશરમ ! ઈંડા ખાનારાને ઈંડાના ત્યાગનો ઉપદેશ આપતા શરમ આવવી જોઈએ. એમ ગચ્છરાગ રૂપ અતત્ત્વને વળગેલાઓને તત્ત્વની વાતો કરતા શરમ આવવી જોઈએ.
પણ એ નિર્લજ્જ જીવોને ગચ્છરાગની સાથે સાથે તત્ત્વની વાતો કરતા જરાય શરમ આવતી નથી.
ખબર પડતી નથી કે આ અતત્ત્વરાગીઓ તત્ત્વની વાત કેમ કરે છે !
અરે હા ! હવે સમજાણું ! તત્ત્વની વાતો કરીએ, તો લોકો ખેંચાય, લોકો મુગ્ધ બને, ભક્ત બને. આપણો વર્ગ વધે. અને તો જ પેટ ભરવું, યશ પામવો, મોટા સ્થાનો મળવા... વગેરે બધા આપણા કામ થાય. જો ગચ્છરાગની વાતો આવે, તો પોતાના આ બધા કામો ન થાય.
હાય રે હાય ! તત્ત્વની પ્રરૂપણા પાછળ પણ મોહરાજનું જ ભયંકર કાવતરું જ છે. યશની – પેટભરણાની – ભક્તોની - સ્થાનોની – શિષ્યોની લાલસા રૂપી મોહ તત્ત્વની વાતો કરવા માટે પ્રેરે છે.
આનંદઘનજીના શબ્દોમાં કેવી ઉંડી વેદના ધરબાયેલી પડી છે.
ઉસૂત્રપ્રરૂપણા રૂપી મૃષાવાદ આપણા જીવનમાં ન પ્રવેશે, એની ખૂબ ખૂબ ખૂબ કાળજી આપણે રાખવી જ રહી.
એ માટે (૧) જઘન્ય ગીતાર્થ બન્યા પછી દેશના આપવાનો નિર્ણય કરવો.
(૨) ગીતાર્થની આજ્ઞાથી અગીતાર્થદશામાં પણ જો દેશના આપવાનો વખત આવે, ૨૯-૯----------------------- ૧૮૨ -------