________________
અષાષાવાદ વિરમણ મહાવત
છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે “પારકાને કદાગ્રહી જોનારો હું પણ કદાગ્રહી તો નથી ને? જેમ હું મારી જાતને હોંશિયાર સમજી બીજાઓને કદાગ્રહી ગણું છું, એમ બીજાઓ પણ પોતપોતાને હોંશિયાર ગણી મને કદાગ્રહી નહિ ગણતા હોય? તો સાચુ શું? હું માનું એ જ સાચું, એ સાચું જ... આ મારો પોતાનો કદાગ્રહ નથી શું?
પણ જો આપણો પાપોદય હશે, તો આપણને પારકાના દોષો દેખાશે, આપણામાં દોષો હશે તો પણ નહિ દેખાય. એ બધું ગુણરૂપ જ દેખાશે.
જોને, તું પણ અજૈનોને કદાગ્રહી તરીકે જૂએ છે... એ વાત સાચી હોય તો પણ તેં તારા જીવનમાં દષ્ટિપાત કર્યો ? એવી બાબતો તારા જીવનમાં પણ હશે ને ? કે તારા ગુરુ એ વસ્તુને સાચી-સારી નહિ માનતા હોય અને તું એને સાચી-સારી માનતો હશે. અંદરખાને ગુરુના નિર્ણયને અવગણતો હશે. તો શું આ તારો કદાગ્રહ નહિ હોય ?
ગુરુ માનતા હશે કે “તું વ્યાખ્યાન કરવા માટે યોગ્ય નથી. છતાં તું માનતો હશે કે “ગુરુને મારા પ્રત્યે પહેલેથી પૂર્વગ્રહ છે. બાકી મારા વ્યાખ્યાનથી ઘણા લોકો પામે છે...”
ગુરુ માનતા હશે કે “તારે એકાસણું કરવું જ જોઈએ...” છતાં હું માનતો હોઈશ કે “ગુરુને ઝાઝી કશી ખબર નથી. મારું શરીર કેવું છે, એ તો મને ખબર છે. હું જો એકાસણા કરવા જાઉં, તો મારો આખો દિવસ ખરાબ જાય. પણ ગુરુ પાસે લાંબી સમજણ ક્યાં છે...?”
આવી તો અનેક બાબતોમાં ગીતાર્થો સાથે તારો મતભેદ નથી શું? તો આ પણ કદાગ્રહ છે ને? ગીતાર્થોને ખોટી લાગતી બાબતો પણ સાચી જ માન્યા કરવી એ કદાગ્રહ નહિ તો બીજું શું છે ?
તને કદાચ એમ થાય કે “આ કંઈ શાસ્ત્રીય પદાર્થો થોડા છે ! આ તો સામાન્ય બાબતો છે..” પણ ભાઈ ! આ સામાન્ય બાબતોમાં કદાગ્રહના પહેલા સંસ્કારો કઈ કઈ બાબતમાં નહિ આવે, એ જ પ્રશ્ન છે. એ માણસ પોતાના જીદના સંસ્કારને શાસ્ત્રીયબાબતોમાં પણ લગાડવાનો જ.
- એટલે પરગચ્છની – પરવ્યક્તિની પંચાત છોડ, અને સ્વજાતનો વિચાર કર. તારા માટે હિતકારી એ જ છે.
શિષ્ય : જેમ તમે પહેલા મહાવ્રતમાં કહેલું કે “હિંસા થાય એટલે મહાવ્રત થાય જ. એવો કોઈ નિયમ નથી.' તો શું બીજા મહાવ્રતમાં પણ આ વાત સમજી લેવાની કે બોલાયેલા વચનો દેખીતી રીતે ખોટા હોય તો પણ એનાથી બીજું મહાવ્રત ભાંગે જ, એવો કોઈ નિયમ નથી.'