________________
સર્વથા અષાષાવાદ વિરમણ મહાવત
- - - - ઉંદર, ગરોળી વગેરેથી ગભરાતા સાધુને વધુ ગભરાવવા માટે કોઈક સાધુ અચાનક જોરથી બોલે કે “એય ! તારી પાછળ જ મોટી ગરોળી છે...” એ બુમ એવી અચાનક અને મોટેથી પાડી હોય કે સાધુ ગભરાઈને રીતસર ભાગે. એ જોઈને બધા હસે.
આચાર્ય કે ગુરુ ગોચરી માંડલીમાંથી જતા રહ્યા બાદ સાધુઓ પરસ્પર અનેકાનેક વાતો કરતા હોય ત્યારે અચાનક કોઈક સાધુ જોરથી બોલે કે “એ ય! ચૂપ રહો. જૂઓ, ગુરુદેવ આવે છે...” અને બધા ગભરાઈને ચૂપ થઈ જાય, ગુરુની દિશામાં નજર કરે. પણ ગુરુ તો આવતા ન દેખાય એટલે બધા પેલા બુમ પાડનારા સાધુ તરફ નજર કરે. એ મરક મરક હસે.
હાસ્ય-મશ્કરીના આવા આવા અનેક ભાવોથી પ્રેરાઈને સાધુ સાચું કે ખોટું જે કંઈપણ બોલે એ બધું હાસ્યમૃષા કહેવાય.
આમ, ચાર કષાય અને છ નોકષાય એમ દસેદસમાં થોડાક દૃષ્ટાન્તો સાથે મૃષાવાદનું સ્વરૂપ દર્શાવ્યું.
આ દષ્ટાંતો તો ઘણા ઓછા છે. આવા તો હજારો દૃષ્ટાંતો પ્રાયઃ દરેકના જીવનમાં ઓછા-વત્તા અંશે બનતા જ રહેતા હોય છે. એટલે સૂક્ષ્મદ્રષ્ટિથી આત્માની અંદર નિહાળવું કે “આખા દિવસ દરમ્યાન હું જે કંઈપણ બોલ્યો, એમાં શું કોઈ કષાયની કે કોઈ નોકષાયની પ્રેરણા મારી પાછળ હતી ખરી? જો એવું હોય તો ગમે એટલું સાચું વચન પણ ખોટું જ ગણાય.”
આ તમામે તમામ મૃષાવાદોમાં સૌથી ભયંકર જો કોઈ મૃષાવાદ હોય તો એ છે ઉત્સુત્રપ્રરૂપણ ! પોતે કોઈક પદાર્થ પ્રરૂપ્યો, પોતાને એ ગમી ગયો, ઘણાએ એ પદાર્થને બિરદાવ્યો.. પણ પાછળથી ગીતાર્થોએ કે વિદ્વાનોએ એ પદાર્થને શાસ્ત્રવિરુદ્ધ સાબિત કરનારી સચોટ યુક્તિઓ આપી. - હવે એ પ્રરૂપક શું કરે ? ખૂબ ગમી ગયેલા, ખૂબ વખણાયેલા પોતાના પદાર્થને ઉત્સુત્ર તરીકે કેમ સ્વીકારે ? અહંકાર + મિથ્યાત્વ વગેરે દોષો એને કદાગ્રહી બનાવી દે. કુતર્કો કરી કરીને પણ પોતે પોતાનો પદાર્થ સાચો જ માને, પ્રરૂપે
સીધી વાત છે કે કોઈક બિલ્ડર પાયો ખોદીને ઉપર ૫૦ માળની આલિશાન બિલ્ડીંગ બનાવી દે... અને પછી કોઈ જાણકાર કહે કે “બિલ્ડર સાહેબ ! તમારો પાયો કોચો છે. આ બિલ્ડીંગ પાંચ-દસ વર્ષથી વધારે નહિ ટકે. તમે આખી બિલ્ડીંગ પાડીને ફરી પાકો પાયો કરાવો.” તો કયો બિલ્ડર ૫૦ માળની આલિશાન બિલ્ડીંગ તોડાવી નાંખી, કાચો પાયો દૂર કરી પાકો પાયો કરાવે ?
એવું અહીં બને છે.