________________
સર્વથા પૃષાષાવાદ વિરમણ મહાવ્રત
આવે, એ બધું શોકમૃષા ગણાય. “મારી નોટ પેલો મારો દ્વેષી જ ચોરી ગયો લાગે છે... પેલાને ટ્રસ્ટી તરીકે લઈને મેં ગંભીર ભૂલ કરી... હાય ! મારો શિષ્ય ઘરે ગયો !... પેલાઓએ મારી વિરુદ્ધ ભરમાવી ભરમાવીને મારા ભાવિ ચેલાને પચાવી પાડ્યો...”
શોકથી પ્રેરાયેલા આ બધા જ શબ્દો સાચા હોય કે ખોટા હોય એ બધુ જ શોકમૃષા! (૩) જુગુપ્સા મૃષા : ગ્લાનસાધુને ઉલ્ટી થાય, એ પરઠવવાની હોય પણ સાધુને એમાં જુગુપ્સા થતી હોય એટલે “મારે ઠલ્લે જવાનું છે.” એમ બહાનું કાઢીને નીકળી જાય... આ જુગુપ્સામૃષા ! એમ રાત્રે ગુર્વાદિને ઠલ્લે જવાનું થાય, પણ એ પરઠવવામાં જુગુપ્સા થતી હોવાથી સાધુ બોલે કે “મેં તો ઠક્લેની વસતિ જોઈ નથી, એટલે હું જઈ નહિ શકું.”
ચોમાસાનું જે ક્ષેત્ર હોય, ત્યાં ઉપાશ્રયથી થોડેક દૂર ગટર જતી હોય કે લોકો ઠલ્લે બેસતા હોય કે છાણ-મૂતરાદિ ખૂબ હોય... આ બધાની જુગુપ્સાથી પ્રેરાઈને સાધુ ગુરુને અને સંઘને કહે કે “અહીં ચોમાસું ન કરી શકાય. કેમકે અહીં અમુક અમુક દોષો છે. આ દુર્ગંધાદિને કારણે અસજ્ઝાય ગણાય.
એની વાત સાચી હોય તો પણ એ બોલવા પાછળ ખરેખર સ્વાધ્યાયરુચિનો ભાવ નહિ, પરંતુ એ ગંદકી પ્રત્યેની જુગુપ્સાનો ભાવ છે. માટે આ વચન જુગુપ્સામૃષા કહેવાય. ઠલ્લે-માત્રુ-કફ-શર્દી-ગટર-લોહી-માંસ વગેરે વગેરે વસ્તુઓને આશ્રયીને કંઈપણ જુગુપ્સા થાય, છી-છીનો ભાવ થાય અને એનાથી પ્રેરાઈને જે વચન બોલવામાં આવે તે બધુ જુગુપ્સામૃષા કહેવાય.
(૪) તિ મૃષા : દૂધપાક ખૂબ ભાવી જાય - અનૂકૂળ આવે એટલે સાધુને આનંદરતિ ઉત્પન્ન થાય, એનાથી પ્રેરાઈને સાધુ બોલે કે “પયપાક ખૂબ અનુકૂળ છે, વાપરવા જેવો છે.’’
કોઈક સંગીતકારનો મીઠો-મધૂરો સ્વર, વાજીંત્રો વગેરે સાંભળીને રાગી બનેલો સાધુ બોલે કે “તમે તો મને ગાંડો બનાવી દીધો. તાનસેનને ભૂલી જવાય એવો તમારો અદ્ભુત રાગ છે. આખી દુનિયા વિસરી જઈએ...”
અદ્ભુત કુદરતીદશ્યોથી શોભતા પહાડી પ્રદેશો વગેરે જોઈને સાધુ ખુશ ખુશ થઈ જાય. “શું વાતાવરણ છે ! બસ, મન ભરીને આ બધું જોયા જ કરીએ એમ વિચારો આવે છે...” વગેરે બોલે.
ચંદનની કે સેટ-અત્તરની કે ગુલાબાદિ પુષ્પોની મઘમઘતી સુગંધમાં મસ્ત બનીને સાધુ બોલે કે “અરે ! આ તો સ્વર્ગ જ ધરતી પર ઉતર્યું છે.”
જાડા-સુંવાળા ધાબડાઓ કોઈક સંઘમાં વાપરવા મળે, એના કોમળ સ્પર્શને લીધે
૧૭૭