________________
સર્વથા મૃષાષાવાદ વિરમણ મહાવ્રત
કાર્ય તો થયું નથી. પેલો સાધુ સંયમી હોવાનો દેખાવ કરે છે, પણ અંદરખાને કેટલો અસંયમ છે, એ તો મને ખબર છે. પેલો વૈયાવચ્ચ કરે છે... પેલો સાધુ બ્રહ્મચર્યની વાતો કરે છે. પણ સાધ્વીઓ સાથે અને બેનો સાથે પરિચય કેટલો બધો છે ! આવા સાધુ બ્રહ્મચર્યમાં નિર્મળ હોય એ શક્ય જ નથી...”
આ બધા શબ્દો પારકાની નિંદારૂપ છે, એ સાચા હોય કે ખોટા પણ જો બોલનાર સાધુ અહંથી જન્મેલી ઈર્ષ્યાથી પ્રેરાઈને આવા શબ્દો બોલતો હોય તો એ બધા શબ્દો માનમૃષા ગણાશે.
(૩) માયામૃષા : સ્વામીવાત્સલ્ય કે મોટા જમણવારાદિમાં ત્રણ-ચાર મીઠાઈઓ હોય, સાધુ ને એ વાપરવાની ઈચ્છા થાય પણ એ માટે બહાનું એવું કાઢે કે “આજે મારે પિત્ત થઈ ગયું છે, અશક્તિ પણ લાગે છે. એટલે પૌષ્ટિક વાપરવું પડશે. દાળ શાકમાં તો મરચુંતેલ હોવાથી એ પિત્ત કરનારા બને છે.” અને એ રીતે મિષ્ટાન્નાદિ ખૂબ વાપરે.
તાવ વગેરે માંદગી આવી હોવાથી એ દિવસો દરમ્યાન માંડલીનું કામ ન કર્યું હોય, પણ સાજા થઈ ગયા બાદ પણ માંડલીનું કામ ન કરવું પડે, એ માટે “મારે હજી સારું નથી. અંદર કસર લાગે છે. તમે મને બે-ચાર દિન કામ નહિ સોંપતા.” એમ કહીને બે-ચાર દિન કામ ન કરે...
ગુરુ પાસે આલોચના કરે ત્યારે પોતાના અગત્યના પાપો છુપાવીને બીજા પાપો કહે. અથવા તો અગત્યના પાપો પણ સ્પષ્ટતાપૂર્વક કહેવાને બદલે મોઘમમાં કહે...
આ બધામાં એણે કહેલી વાત સાચી હોય તો પણ એ પોતાના મનના ભાવોને છુપાવવાનું કપટ તો કરે જ છે. એટલે જ એ માયામૃષા કહેવાય. જેમકે કોઈક સાધુનું શરીર એવું નબળું હોય કે એ આયંબિલ કરે, તો તરત અશક્તિ આવી જાય. બીજી બાજુ એ સાધુનું મન પણ એવું હોય કે વિગઈઓની આસક્તિને લીધે એ આંબલિ ક૨વા તૈયા૨ ન હોય. હવે એ સાધુને કોઈ પૂછે કે “તમે કેમ આંબિલ નથી કરતા ?’’ અને સાધુ જવાબ આપે કે “આંબિલ કરું તો મારા શરીરમાં અશક્તિ ખૂબ જ આવી જાય છે. માટે હું આંબિલ નથી કરતો.” તો એની વાત સાચી છે. છતાં પોતાની આસક્તિનો સ્વીકાર નથી કરતો. એ દોષને છુપાવે છે, એટલે એ માયામૃષા ગણાય.
(૪) લોભમૃષા : વસ્તુની આસક્તિથી પ્રેરાઈને સાધુ કૃષા બોલે તો એ લોભમૃષા ! દા.ત. પવનવાળી જગ્યાના લોભથી સાધુ બોલે કે “મને ગરમી સખત લાગે છે, ગભરાટ થાય છે. મને આ જગ્યાએ રહેવા દો...... એમ મોહનથાળ અને રસમલાઈ બે મીઠાઈ આવી હોય, ત્યારે રસમલાઈના લોભને લીધે સાધુ બોલે કે “મને ચણાના લોટની વસ્તુ નહિ ચાલે, મને વાયુ થાય છે.” આ રીતે મોહનથાળની આડકતરી
૧૭૫