________________
૧૩. સર્વથા મષાષાવાદ વિરમણ મહાવ્રત
સૌ પ્રથમ આ મહાવ્રતનું સૂત્ર જોઈ લઈએ. अहावरे दुच्चे भंते महव्वए सव्वाओ मुसावायाओ वेरमणं
सव्वं भंते मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वइज्जा, नेवन्नेहिं मसं वायाविज्जा, मसं वयंते वि अन्ने न समजाणिज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समाजाणामि तस्स भंते पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।
હવે આનો વિસ્તારથી અર્થ જોઈએ. આનો ઘણો ખરો અર્થ તો પૂર્વની જેમ જ સમજી લેવો. જે નવી બાબતો છે તે વિચારીએ. પ્રમત્તયો – ઉમિયાન મૃણા આ તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિનો સાર છે. પ્રમાદયોગથી જૂઠું બોલવું એ મૃષા. પ્રમાદયોગ એટલે ક્રોધ, લોભ, માન, માયા એ ચાર કષાય. પ્રમાદયોગ એટલે ભય, રતિ, અરતિ, જુગુપ્સા, શોક, હાસ્ય, એ છ નોકષાય.
મહાવ્રતનું જે સૂત્ર છે. એમાં વોહી વા તોહા વા એમ બે કષાયોનો ઉલ્લેખ કરેલો છે. એનાથી ચારેય કષાયો સમજી લેવાના છે. એમ મય વા રીસા વી એમ બે નોકષાયોનો ઉલ્લેખ કરેલો છે. એનાથી છ નોકષાય સમજી લેવાના છે. . એટલે સાર એ આવ્યો કે
ચાર કષાયોથી કે છે નોકષાયોથી પ્રેરાઈને જે ખોટું બોલવામાં આવે તે જ મૃષા. જો કષાયોથી કે નોકષાયોથી પ્રેરાયા વિના જ કોઈક કારણસર યતનાપૂર્વક ખોટું બોલવામાં આવે તો એ મૃષા ન ગણાય. એમાં મહાવ્રતનો ભંગ થતો નથી. પણ કર્મક્ષયની જ પ્રાપ્તિ થાય છે.
" શિષ્ય : કષાયોથી અને નોકષાયોથી પ્રેરાઈને જૂઠું શી રીતે બોલાય ? એ સમજાવશો.
ગુર : આ આખો પદાર્થ અષ્ટપ્રવચનમાતા પુસ્તકમાં ભાષાસમિતિના વર્ણનમાં વિસ્તારથી બતાવેલો જ છે. છતાં અહીંપણ એ આખો પદાર્થ ફરી તને દષ્ટાંતો સાથે દર્શાવું છું.