________________
---
પ્રથમ મહાવત -- --- -- તો વહીલચેરમાં, એ શક્ય ન હોય તો ત્રણ પૈડાવાળા રીક્ષાદિ વાહનમાં લઈ જાઉં, એ પણ શક્ય ન હોય તો છેવટે ચાર પૈડાવાળા વાહનમાં લઈ જાઉં...”
જો આ બધી યતના કરવામાં વિલંબ કરે, તો સાધુ મરી પણ જાય. એટલે જ આવી યતના તે વખતે અયતના જ ગણાય. એને બદલે ત્યારે તત્કાળ જે પણ વાહન મળે, એમાં સાધુને મૂકીને હોસ્પીટલ પહોંચાડીને બચાવી લેવો, પાછળથી પ્રાયશ્ચિત્ત કરાવી લેવું અને એ રીતે સંયમજીવન બચાવવું... એ જ મોટી યતના છે.
એટલે આ વાત બરાબર ધ્યાનમાં રાખવી કે આગાઢ કારણ હોય તો અયતના જ યતના. “હાજર સો હથિયાર’ ન્યાય લાગે. આગાઢ કારણ ન હોય તો યતના જ યતના.
અકસ્માત્ થાય, પણ મોત આવે એવું ન હોય. સામાન્ય ઘસરકો લાગ્યો હોય, છતાં ચાલીને જવું શક્ય ન હોય, એ વખતે ઉપર પ્રમાણે યતના કરવામાં આવે તો હજી ચાલે. કેમ કે મોટું કોઈ નુકસાન નથી. શિષ્ય : યતના ની વ્યાખ્યા શું ? १२ : बहुतरासत्प्रवृत्तिनिवृत्तिसाधिका चेष्टा यतना
જ્યારે દોષ સેવવાનો જ હોય, ત્યારે વધુ દોષ સેવવાથી પણ કામ થતું હોય, અને ઓછા દોષ સેવવાથી પણ કામ પતતું હોય. એ વખતે શક્ય હોય એટલું મોટા દોષોનું વારણ કરવું અને શક્ય હોય એટલા ઓછામાં ઓછા દોષોમાં પતાવવું એ રીતની પ્રવૃત્તિ એ યતના.
દા.ત. સ્થાપના દોષની વસ્તુથી ચાલી જાય, તો મિશ્રાદિવાળી વસ્તુ ન લેવી.
અંધારામાં પણ અડધો કલાક જ વહેલો વિહાર કરવાથી ચાલી જાય, તો પોણોકલાક વહેલો વિહાર ન કરવો
કાપ પણ મહિને કાઢવાથી, અને વળી સોડાખારમાં કાઢવાથી ચાલી જાય, તો ૨૦ દિવસે ન કાઢવો, સાબુ સર્ફ ન વાપરવા.
બપોરે ઉંઘવું જરૂરી હોય તો પણ જો દસ મિનિટ ઉંઘવાથી ચાલી જાય તો વીસ મિનિટ ન થવા દેવી.
આવું અનેકાનેક બાબતોમાં સમજી લેવું. શિષ્ય !
ઘણો વિસ્તાર થઈ ગયો, પણ પદાર્થ સ્પષ્ટ રીતે સમજાવવા માટે આ વિસ્તાર જરૂરી હતો.
તારો મુખ્ય પ્રશ્ન એ હતો કે “પર્કયની હિંસાથી જો મહાવ્રતનો ઘાત થયો હોય,