________________
* *
* * *
* *
મહાવતો
*
પ્રશ્ન : શાસ્ત્રીય યતના દોષસેવન વખતે કરવાની હોય છે, પણ એ દરેક દોષસેવન વખતે શાસ્ત્રીય યતના કરવી જ પડે ? યતના ન કરો તો ન જ ચાલે એવું ખરું ?
ઉત્તર : આધાકર્માદિ દોષ કયા કારણસર સેવવો પડે છે, એના આધારે નક્કી થાય કે ત્યાં યતના અવશ્ય સેવવી જ પડે કે યતના સેવ્યા વિના દોષ સેવાય ?
કારણો બે પ્રકારના હોય છે. (૧) આગાઢ (૨) અનાગાઢ
એમાં જે માંદગી વગેરે કારણો અનાગાઢ હોય, બે-ત્રણ કલાક નિર્દોષ વસ્તુ માટે તપાસ કરવામાં આવે તો પણ ગ્લાનને વાંધો આવવાનો ન હોય... એવી પરિસ્થિતિમાં યતના સેવવી જ પડે. ત્યાં નિર્દોષ માટે ગવેષણા કરવી, એ ન મળે તો નાનામાં નાના દોષવાળી વસ્તુ લેવી, એ ન મળે તો છેવટે મોટા-મોટા દોષો વાળી ગોચરી લેવી. એ યતના સેવવી જ જોઈએ. જો એ યતના ન સેવવામાં આવે તો અતિચાર લાગે એ બહુ સ્પષ્ટ વાત છે. આ પ્રમાદ ધીરે ધીરે અનાચાર તરફ પણ ખેંચી જાય તો નવાઈ નહિ.
એટલે અનાગાઢ કારણોસર જ્યારે દોષ સેવવામાં આવે, ત્યારે તો યતનાનું સેવન કરવું જ પડે. આ શાસ્ત્રીય યતના દરેકે દરેક દોષો અંગે જુદા જુદા પ્રકારની હોય. ગીતાર્થો એ યતનાનું સ્વરૂપ જાણતા હોય. એટલે તેઓ કે તેમની નિશ્રામાં રહેલા સાધુઓ એ યતનાને સાધી શકે.
પણ જયારે આગાઢ કારણોસર દોષ સેવવાનો વખત આવે, ત્યારે એમાં “હાજર સો હથિયાર” એ ન્યાય લગાડવાનો હોય છે. ત્યાં કોઈપણ યતના હોતી નથી. ત્યાં અયતના એ જ યતના. આગાઢ કારણ વખતે યતના કરવા જાય એ તો મોટી અયતના ગણાય.
દા.ત. ગ્લાન સાધુનું B.P. એકદમ ઘટી જાય, તત્કાલિક-ઉપચાર ન થાય તો મૃત્યુ થવાની સંભાવના દેખાય. એવી પરિસ્થિતિમાં નિર્દોષ બલવણની શોધ કરવા ન નીકળાય, વહેલામાં વહેલી તકે દોષિત બલવણ પણ એને પાણીમાં વપરાવીને જીવ બચાવી લેવાય.
એટલે આવા આગાઢ કારણો વખતે અયતના એ જ યતના છે.. આવા આગાઢ કારણો વખતે યતના એ જ અયતના છે.
એમ અચાનક રસ્તામાં એક્સીડન્ટ થાય, જો જલ્દી હોસ્પીટલ પહોંચાડવામાં આવે તો બચી જવાની સંભાવના હોય. નહિ તો કાળધર્મ થાય. આ રીતે સાધુજીવન જતું રહે, એ યોગ્ય નથી. અપવાદ સેવીને પણ સાધુજીવન બચાવી લેવું જોઈએ. ઓઘનિ.માં સવ્વસ્થ સંગમ એ ગાથામાં આ જ વાત કરવામાં આવી છે. હવે એ વખતે સાથેનો સાધુ યતનાનો વિચાર કરે કે “શક્ય હોય તો પહેલા ડોળીમાં લઈ જાઉં, એ શક્ય ન હોય