________________
૯૯ - - - - - - - ૯૯૦૯૯-૯ મહાવતો કે ૯--
૧૯૯૯ - - - - - આ બધા ઉન્માર્ગ રૂપ અપવાદો છે. સામાન્યથી એમ કહી શકાય કે (૧) જ્યાં કારણસર યતનાપૂર્વક દોષસેવન છે, તે નિરતિચાર - અપવાદા
(૨) જ્યાં કારણસર દોષસેવન છે, પણ યતનામાં થોડી ગરબડ છે, તે સાતિચાર અપવાદ.
(૩) જ્યાં કારણ વિના દોષસેવન છે, છતાં યતના પાલન કરે છે... તે સાતિચાર અપવાદ
(૪) જ્યાં કારણ વિના દોષસેવન છે, યતના પણ નથી. તે ઉન્માર્ગ અપવાદ
આમાં બીજા ભાંગાના સાતિચાર અપવાદ કરતા ત્રીજા ભાંગાનો સાતિચાર અપવાદ વધુ દોષવાળો છે. કેમકે કારણ હોવું અને યતના હોવી એમાં “કારણ હોવું એ વાત વધુ મહત્ત્વની છે માટે જ કારણસર છતાં યતનામાં ગરબડ સાથે દોષ સેવાય તો એમાં શાસ્ત્રોએ અલ્પ પ્રાયશ્ચિત્ત દર્શાવેલું છે. એને બદલે યતના સાથે પણ કારણ વિના જ દોષ સેવાય તો એમાં વધુ પ્રાયશ્ચિત્ત દર્શાવેલું છે.
આમાં જેઓ સાતિચાર અપવાદ સેવે છે, તેઓ જો મંદ પરિણામવાળા હોય તો ધીરે ધીરે ઉન્માર્ગ અપવાદ સેવતા થઈ જ જાય. અર્થાત્ કારણસર દોષ સેવતા સેવતા ધીરે ધીરે કારણ વિના પણ દોષ સેવતા થઈ જાય. યતના પૂર્વક દોષ સેવતા સેવતા ધીરે ધીરે યતના વિના પણ દોષ સેવતા થઈ જાય. કારણ કે યતના જે હોય અને ધીરે ધીરે ગુમાવી બેસે.
જેઓ તીવ્ર ચારિત્રપરિણામવાળા છે, તેઓ પ્રાયઃ કારણ વિના તો દોષ સેવે નહિ. કેમકે તીવ્રચારિત્રપરિણામની હાજરીમાં કારણ વિના દોષ સેવવાની પ્રવૃત્તિ પ્રાય: શક્ય નથી. હા ! તેઓ પ્રમાદાદિને વશ થઈ અયતના સેવી બેસે અને એ રીતે સાતિચાર અપવાદ સેવી બેસે, એ શક્ય છે. પણ તેઓનો ચારિત્રપરિણામ તીવ્ર હોવાથી તેઓ ધીમે ધીમે નિરતિચાર અપવાદ તરફ, નિરતિચાર ઉત્સર્ગ તરફ જ આગળ વધે છે.
આ છ વસ્તુઓમાં પણ કેટલીક અગત્યની બાબતો છુપાયેલી છે. જે જીવની પરિણતિની વિચિત્રતાઓ સૂચવે છે.
(ક) નિરતિચાર ઉત્સર્ગ સેવનારાની લોકો ખૂબ પ્રશંસા કરે, ચારે બાજુ વાહ-વાહ થાય તો એવું પણ બને કે એ સાધુ નિરતિચાર ઉત્સર્ગમાં એવો આગ્રહવાળો બની જાય કે પછી ગમે એટલા નુકસાનો વચ્ચે પણ એ ઉત્સર્ગને જડતા સાથે પકડી રાખનારો બને. જો આવું થાય તો નિરતિચાર ઉત્સર્ગનો સ્વામી સાધુ ઉન્માર્ગ-ઉત્સર્ગનું સેવન કરનારો બની જાય.
(ખ) નિરતિચાર ઉત્સર્ગવાળો જીવ પણ ધીમે ધીમે જો પ્રમાદાદિને પરવશ બને તો