________________
છે કે જેના - - - - - - - મહાવતો -- ------------------- ના પાડી દે અને રસમલાઈ મેળવે તો એ લોભમૃષા છે. કોઈકને સ્ત્રીઓ તરફ જોવાની કુટેવ હોય, બહાર અમુક સમયે કૉલેજદિને કારણે ઘણી અવરજવર હોય. સાધુ “હું ઠલ્લે જાઉં છું” એમ કહીને જાણી જોઈને આ જ સમયે ઠલ્લે જવા માટે નીકળે એની પાછળનો આશય કુટેવ પોષવાનો હોય...
આ બધામાં પણ એણે કરેલી વાત સાચી હોય તો પણ જો આ બોલવા પાછળ આસક્તિનો ભાવ ઉભો થયેલો હોય તો એ લોભમૃષા ગણાય.
ટુંકમા સાચું બોલે કે ખોટું બોલે પણ જો લોભથી પ્રેરાઈને બોલે તો એ લોભમૃષા જ ગણાય.
(૧) ભયમૃષા : “ગુરુ ઠપકો આપશે એવા ભાવથી સાધુ જૂઠું બોલે તે ભયમૃષા ! દા.ત. “આટલી બધી ગોચરી વધી કેમ પડી ? કોણ વધારે ગોચરી લાવ્યુ ?” એમ ગુરુ પૂછે ત્યારે શિષ્ય ગભરાઈને જવાબ આપે કે “હું વધારે લાવ્યો જ નથી. હું માપસર જ ગોચરી લાવ્યો છું.”
અચાનક કોઈક દિવસ ગુરુ બધાને પૂછે કે “તમે રોજ કેટલા કલાક સ્વાધ્યાય કરો છો ? રાત્રે પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કેટલો ?” એ વખતે કોઈક સાધુ આખો દિવસ માંડ બે-ત્રણ કલાક સ્વાધ્યાય કરતો હોય, રાત્રે પ્રતિક્રમણ પછી વાતચીતમાં જ સમય પસાર કરતો હોય એ ગુરુના ભયથી એમ કહે કે “રોજ પાંચ-છ કલાક સ્વાધ્યાય કરું છું. રાત્રે પ્રતિક્રમણ બાદ ધર્મગોષ્ઠી કરું છું.
કોઈ સાધુ ગોચરી વહોરવા માટે ભક્તોને ત્યાં જાય, ત્યાં ઉપદેશ આપવા વગેરેમાં ખાસ્સો સમય પસાર થઈ ગયા બાદ મોડો મોડો ઉપાશ્રયે આવે. સાધુઓ ગોચરીની રાહ જોઈને બેઠા હોય, “કેમ આટલું મોડું થયું ?” એમ બધા પૂછે ત્યારે સાધુ બધાનો ઠપકો મળવાના ભયથી અને પોતાની નિંદા થવાના ભયથી એમ કહે કે “ગોચરી દૂર ગયેલો અને સાંજે ગોચરી મળતી જ ન હતી. માંડ માંડ બધું પૂરું કર્યું છે.
ભયથી પ્રેરાઈને આવું જે કંઈ પણ બોલવામાં આવે, એ સાચું હોય કે ખોટું હોય... બધું મૃષાવાદ ગણાય.
(૨) શોકમૃષા : માતા, પિતા, ગુરુ, શિષ્ય, મિત્ર, સ્નેહી વગેરેમાંથી કોઈકનું મરણ થાય અને એના આઘાતથી સાધુ રડે, વિલાપ કરે, “હું અનાથ થઈ ગયો, હવે મારું સંસારમાં કોણ ? કોણ મને સાચવશે...” વગેરે વગેરે બોલે... આ બધું શોકમૃષા ગણાય.
એમ પોતાની અતિમહત્ત્વની નોટો ખોવાઈ જાય, પોતે સ્થાપેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા પૈસાની ઉથલપાથલ થાય, પોતાનો શિષ્ય ઘરે જતો રહે, નવો થનારો શિષ્ય કોઈ બીજાનો શિષ્ય બની જાય... આવા પ્રસંગોમાં અત્યંત શોક ઉત્પન્ન થાય એ પછી જે કંઈ બોલવામાં
--------------------------- ૧૭૬ ---------- --