________________
૨૯-૯૦૯-૯-૯-- ૯--૦૯- મહાવતો જલ-૯-૦૯-૪-૦૯--- સાધુને આનંદ થાય. “બધે આવા જ ધાબળા હોવા જોઈએ...” વગેરે બોલે..
ટુંકમાં પાંચ ઈન્દ્રિયોના સુંદર મઝાના વિષયોને પામીને સાધુ રતિવાળો બને અને રતિવાળો બનીને સાચું-ખોટું જે પણ બોલે, ઘણી વધારે પડતી પ્રશંસા કરે કે વાસ્તવિક પ્રશંસા કરે... આ બધું જ રતિમૃષા છે.
(૫) અરતિ મૃષા : રાત્રે કુતરાઓ ખૂબ ભસે, કાન ફાડી નાંખે એવા મોટા અવાજે ઢોલનગારા વાગે, કોઈ ખૂબ લંબાવી લંબાવીને સ્તવનાદિ ગાય... એ બધામાં સાધુને અરતિ-દુખ થાય. “આ કુતરાઓ રોજ ઉંઘ બગાડે છે. શું કરવું એમનું?... આ બધાને ધંધો જ નથી. ઢોલ વગાડીને કાન ફાડી નાંખ્યા. એમને બીજાનો વિચાર જ નથી આવતો... આને સમયનું ભાન નથી, મોડું થયું છે તો પણ લલકાર્યા કરે છે. પોતાની જાતને તાનસેન સમજે છે. રે ! ભેંસાસુર છે, બીજું કશું નથી. બધાએ ખોટો એને ચડાવી દીધો છે..” આવા આવા શબ્દો બોલવા એ બધું જ અરતિ મૃષા.
કોઈના મેલા કપડા જોઈને કે પોતાના જ મેલા કપડા જોઈને સાધુ અરતિવાળો બને. “બસ, મારે તરત કાપ કાઢી લેવો છે. આ કપડા સારા દેખાતા નથી...”
કોઈના શરીરમાંથી, કપડામાંથી કે મોઢાદિમાંથી આવતી દુર્ગધને કારણે સાધુને અરતિ થાય. “અરે, તમે શરીર તો ચોખ્ખું રાખો. અને આ તમારા કપડાંય કેવા ગંધ મારે છે. વળી તમે મંજન કરો ને, નહિ તો મોઢામાંથી દુર્ગધ નહિ જાય...” વગેરે બોલે.
અતિ ખારી વસ્તુ વાપરવામાં આવે અને સાધુ બોલે “રસોઈયાએ આખી મીઠાની ગુણ જ આમાં ઠલવી દીધી છે.” - અતિમીઠી વસ્તુ વાપરવામાં આવે અને સાધુ બોલે કે “આ કંજુસ લોકો છે. લોકો વધુ મીઠાઈ ખાઈ ન શકે, માટે જાણી જોઈને બમણી-ત્રણગણી ખાંડ નાંખે છે...”
ખરબચડી કામળી, આસન તથા જાડા કપડા વગેરેને કારણે સાધુ અરતિ પામે. આના કરતા તો પાતળી-લીસી કામળી, આસન સારા. આ તો હેરાન હેરાન થઈ જવાય છે...”
આ બધામાં એ સાચું બોલે કે ખોટું બોલે, પણ બોલવા પાછળનો ભાવ તો અરતિનો જ છે ને ? માટે એને અરતિમૃષાનો દોષ ચોક્કસ લાગે.
(૬) હાસ્યમૃષા : સાધુ હાસ્ય - મશ્કરીના ભાવથી પ્રેરાઈને જે બોલે તે હાસ્યમૃષા ગણાય. દા.ત. કોઈક સાધુ પયસ લાવવાનું કહે, ત્યારે બીજો સાધુ ઘડામાંથી પાણી કાઢીને આપે. પેલો સાધુ કહે કે “મેં દુધ મંગાવ્યું છે.” ત્યારે આ સાધુ હસતો હસતો કહે કે “તમે પયસ્ લાવવાનું જ કહ્યું છે ને ? તો આ પાણી પણ પયસ્ જ છે. સંસ્કૃત ભાષામાં પાણીને પયમ્ શબ્દથી જ ઓળખાવાય છે.”