________________
જ એક જ છે જે ૨૯૦૯-૦૯-૦૯ ૨૯ જજ મહાવ્રતો કે જે જે જાત જાત જાતના
તૈયારી ન બતાવવી
- આંખનું તેજ ખલાસ થઈ જાય, અંધાપો આવી જાય તો પણ આંબિલ પકડી રાખે, પણ ઉચિત વિગઈ વપરાશ ન કરે
- છેદગ્રન્થાદિ જેવા પાઠો આખા ને આખા ઝોકા ખાવામાં જતા હોય અને એટલે જ બપોરે દસ-વીસ મિનિટ જો આરામ કરી લે તો આખો પાઠ ખૂબ જ સારી રીતે ચાલે તેમ હોય, તેમ છતાં શ્રુતજ્ઞાનને જતુ કરીને પણ બપોરે ન જ ઉંઘવા રૂપ ઉત્સર્ગમાર્ગ પકડી રાખે.
સાધ્વીગણને સાચવવાની સંપૂર્ણ પાત્રતા-લાયકાત હોવા છતાં પણ “આ તો સ્ત્રી પરિચય છે.” એવા એવા વિચારોથી સાધ્વીગણની જવાબદારી ન સ્વીકારે, એમ વ્યાખ્યાનમાં બેનોની હાજરીને સ્ત્રીપરિચયરુપ ગણીને માત્ર ભાઈઓને જ વ્યાખ્યાનમાં
આવવા દે...
જે જડતા-અત્યાગ્રહ-મૂઢતા કહેવાય, તેવા પ્રકારનું વર્તન કરીને ઉત્સર્ગમાર્ગનું સેવન એ ઉન્માર્ગ રૂપે ઉત્સર્ગ બને છે. આમાં લગભગ સાચી સાધુતા ટકતી હોતી નથી.
હવે વાત કરીએ કાચા રસ્તાની !
જ્યારે પાકા રસ્તા પર આગળ વધી ન શકાય, ત્યારે તે રસ્તો છોડીને કાચો રસ્તો અપનાવવો પડે. કાચો રસ્તો મુશ્કેલીવાળો હોય, ત્યાં આગળ વધવું કઠિન પડે... માટે જ મોટા ભાગે પાકા રસ્તે જ આગળ વધવામાં આવે છે. પણ પાકો રસ્તો આગળ તૂટી ગયો હોવાથી કે પાકો રસ્તો ભીડવાળો થઈ ગયો હોવાથી ત્યાં આગળ વધવું શક્ય ન બને, ત્યારે નાછૂટકે કાચો રસ્તો પકડાય. એમાં ખૂબ સાચવી સાચવીને આગળ વધવામાં આવે. આગળ જો પાછા પાકા રસ્તે આવી જવાતું હોય તો તરત આવી જવાય. કાચો રસ્તો ગમી જાય, એ શક્ય નથી. કેમ કે ત્યાં ધૂળ ઉડે, ખાડા-ટેકરા હોય, જલ્દી સહાય ન મળે.
એમ જ્યારે ઉત્સર્ગમાર્ગ આચરી જ ન શકાય, ત્યારે અપવાદ અપનાવવાનો હોય છે. એ અપવાદ ઘણો અઘરો છે. કેમકે અપવાદમાર્ગમાં સુખશીલતાદિ દોષો પેસી જવાની અને યતના તૂટી જવાની ઘણી શક્યતાઓ છે.... માટે જ જો શક્ય હોય તો થોડું સહન કરીને પણ ઉત્સર્ગમાર્ગ જ આરાધવામાં આવે છે. પણ ઉત્સર્ગમાર્ગ આરાધવો શક્ય જ ન હોય, ઉત્સર્ગમાર્ગની આરાધના કરવા જતાં શાસનહીલના, આત્મવિરાધનાદિ મોટા દોષો ઉત્પન્ન થવાના હોય તો છેવટે કાચા રસ્તા જેવો અપવાદ અપનાવવામાં આવે છે.
પણ આ અપવાદમાં ખૂબ જ સાચવી-સાચવીને આગળ વધવું પડે. રાગદ્વેષ ઊભા ન થઈ જાય, અયતના ઘૂસી ન જાય એનો ખાસ પ્રયત્ન કરવાનો હોય છે.
હવે આ અપવાદમાર્ગ ત્રણ પ્રકારનો છે.