________________
મહાવ્રતો
હવે અંદર કયા કષાયનો ઉદય છે, એ છદ્મસ્થ તો શી રીતે જાણી શકે ? પણ છતાં બહારની પ્રવૃત્તિના આધારે તે વખતે ‘કયા કષાયનો ઉદય છે' એનું અનુમાન કરવામાં આવે. પ્રાયશ્ચિત્ત આપવાની વિધિ એ આને જ આધારે ગોઠવાયેલી છે.
આ આખાય પદાર્થને વ્યવસ્થિત સમજવા માટે આપણે કુલ છ વસ્તુ ઉંડાણથી
સમજવી પડશે.
(૧) નિરતિચાર - ઉત્સર્ગમાર્ગ. કોઈપણ દોષ વિના ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું. (૨) સાતિચાર - ઉત્સર્ગમાર્ગ. સંજ્વલનોદયથી નાના દોષ સાથે ઉત્સર્ગમાર્ગનું
સેવન કરવું.
(૩) ઉન્માર્ગ - ઉત્સર્ગમાર્ગ. અન્ય કષાયોદયથી મોટા દોષ સાથે ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું.
(૪) નિરતિચાર - અપવાદમાર્ગ. કોઈપણ દોષ વિના અપવાદમાર્ગનું સેવન કરવું. (૫) સાતિચાર - અપવાદમાર્ગ. સંજ્વલનોદયથી નાના દોષ સાથે અપવાદમાર્ગનું સેવન કરવું.
(૬) ઉન્માર્ગ - અપવાદમાર્ગ. અન્યકષાયોદયથી મોટા દોષ સાથે અપવાદમાર્ગનું સેવન કરવું.
આ છ પદાર્થો આપણે બરાબર સમજવા છે. .
ઉત્સર્ગમાર્ગ એટલે મોક્ષે જવા માટેનો સીધો-પાકો રસ્તો.
અપવાદ માર્ગ એટલે મોક્ષે જવા માટેનો વાંકોચૂકો - કાચો રસ્તો.
જેમ સીધા અને પાકા રસ્તે સડસડાટ આગળ વધી શકાય અને રસ્તો સીધો હોવાથી ભૂલા પડી જવાનો ભય પણ ન રહે. એમ નિર્દોષ ગોચરી વાપરવી - અજવાળામાં વિહાર કરવો - વર્ષે એકાદ-બેવાર જ કાપ કાઢવો - આયંબિલની ગોચરી વાપરવી - રાત્રે છ કલાક સિવાય બિલકુલ આરામ ન કરવો - સ્ત્રીપરિચયાદિ ન કરવા - · ટ્રસ્ટાદિ ન સ્થાપવા... આ બધો ઉત્સર્ગમાર્ગ એવો છે કે જો એને આચરીએ તો મોક્ષમાર્ગે ધડાધડ આગળ વધીએ. એમાં ક્યાંય ભૂલા પડી જવાનો ભય ન રહે. માથે કોઈ ચિંતા ન રહે. મસ્તીથી આગળ વધવાનું રહે.
પણ સીધા-પાકા રસ્તે આગળ વધતી ગાડી પણ ક્યારેક મશીન બગડવાથી અટકી પડે, ધીમી પડે... ત્યારે મશીન સાજુ કરીને એ ગાડી પાછી આગળ વધે.
એમ ઉત્સર્ગમાર્ગનું સેવન ચાલુ હોવા છતાં એમાં નાના-નાના દોષો લાગ્યા કરે. દા.ત. નિર્દોષ ગોચરી જ વાપરે, પણ ક્યારેક ઘરમાં દરેક વસ્તુની સૂક્ષ્મતપાસ કરવામાં પ્રમાદ સેવાઈ જાય. સામાન્ય તપાસ કરીને વહોરી લેવાય,...
* ૧૬૪****
**