________________
૯
-૯-૧૯૯ ૯ -
- -
- -
મહાવતો
જાતક -
૯
- - -
-
વળી આ બધામાંય વ્યક્તિગત રીતે પાછા વિરાધનાના ગણિતો બદલાય. લાખોકરોડો-અબજો પ્રકારની પરિસ્થિતિઓ સર્જાતી હોય, એ દરેક પરિસ્થિતિઓ પાછી અબજો પ્રકારના જીવોમાં જુદી જુદી અસર પાડતી હોય... એટલે આ બધામાં કોઈ એક જ નિયમ બાંધી ન શકાય. મુખ્યત્વે મોક્ષને નજર સામે રાખીને બધો વિચાર કરવાનો હોય છે.
નૂતન સાધુની માંદગી બે-ચાર દિન વધારે ચાલે, તો પણ જો એને આર્તધ્યાન ન થતું હોય તો એ માંદગીદોષને ગૌણ બનાવીને પણ એને આધાકર્માદિ ન પણ અપાય. કેમકે એ દોષો પેસી જવાનો ભય હોય. જો નૂતનનો વૈરાગ્ય પ્રચંડ હોય તો પછી દોષિત આપવામાં ઓછો દોષ....
એટલે (૧) અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવવો, (૨) અપવાદના સ્થાને અપવાદ સેવવો, આ બંને વાતો અપેક્ષાએ સાચી છે, સ્પષ્ટ છે, શાસ્ત્રીય છે. હા ! ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ જ સેવવો.
ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવન કદી હિતકારી બનતું નથી, ત્યાં તો ઉત્સર્ગસેવન જ હિતકારી બને.
અતિ અતિ અતિ ઊંડા છે આ જિનશાસનના અણમોલ તત્ત્વો ! એ મુખ્યત્વે આત્માની પરિણતિના આધાર ઉપર રચાયેલા છે.
ફરી યાદ કરી લો. (૧) ઉત્સર્ગસ્થાને ઉત્સર્ગસેવન હિતકારી બને.
(૪) અપવાદસ્થાને અપવાદસેવન હિતકારી પણ બની શકે, ક્યારેક પરંપરાએ અહિતકારી પણ બની શકે.
શિષ્ય : આપે ખૂબ ખૂબ ઉંડાણથી આ બધા પદાર્થો મને સમજાવ્યા, એ બદલ આપનો આભાર માનું છું પરંતુ હજી મને એક પ્રશ્ન એ થાય છે કે રાગજન્ય વિરાધના, દ્વેષજન્ય વિરાધના કે શક્તિનિગૂહનજન્ય વિરાધના એ ત્રણેય વિરાધનાને તમે મહાવ્રતોની ઘાતક ગણી છે. તો શું આવી વિરાધનાઓ કરનારના મહાવ્રતનો ઘાત થઈ જાય? તેઓ ગુણસ્થાન ગુમાવી બેસે ? નીચેના ગુણસ્થાનોમાં આવી જાય ?
જો આવું માનવાનું હોય તો તો આજે લગભગ દરેકેદરેક સાધુ-સાધ્વીને રોજેરોજ આવી એકાદ વિરાધના તો થતી જ હશે, અને તો પછી તમામે તમામ સાધુના મહાવ્રતોનો ઘાત માનવો પડે. બધા મિથ્યાત્વી / અવિરતિધર માનવા પડે. શાસનનો વિચ્છેદ માનવો