________________
પ્રથમ મહાવ્રત
જો કારણસર યતનાપૂર્વક જ દોષ સેવવામાં આવે તો એ નિરતિચાર અપવાદ બની રહે. જેમ ગાડી કાચા રસ્તે પણ સાવધાનીપૂર્વક સડસડાટ આગળ વધી શકે, તેમ ગીતાર્થસાધુ કારણસર યતનાપૂર્વક દોષ સેવવા દ્વારા પણ મોક્ષ તરફ સડસડાટ આગળ વધી શકે છે.
પણ એવું જો બને કે ગીતાર્થ સાધુ કારણસર જ દોષ સેવે, છતાં એની યતના સાચવવામાં થોડીક ગરબડો કરી બેસે. દા.ત. નિર્દોષ વસ્તુ માટે ત્રણ વાર તપાસ કરવાને બદલે માત્ર બે વા૨ જ તપાસ કરે, એમાં નિર્દોષ પ્રાયોગ્ય વસ્તુ ન મળતા ત્રીજીવારમાં જ દોષિત લઈ લે, આધાકર્મી કરાવે. આમાં યતનામાં થોડીક ઉણપ રાખી કહેવાય.
અથવા તો દોષિતમાં પણ સ્થાપનાદિ દોષવાળી વસ્તુની તપાસ કરવાને બદલે મિશ્રાદિ દોષવાળી વસ્તુ અપનાવી લે.
ગ્લાન સાધુ માટે વહેલા પહોંચવા અંધારામાં વિહાર કરવાની જરુર હોવાથી જ અંધારામાં વિહાર કરે. છતાં એમાં પાંચ વાગે વિહાર કરે તો પણ ચાલી શકે એમ હોવા છતાં જરાક સુખશીલતાદિ આવી જવાથી પોણા-પાંચે જ વિહાર કરી દે...
શાસનહીલનાદિ અટકાવવા માટે જ વસ્ત્રોનો કાપ વધુ વાર કાઢે, છતાં માત્ર પાણીથી કાપ કાઢે તો પણ શાસનહીલના અટકવી શક્ય હોવા છતાં પણ સુખશીલતાથી પ્રેરાઈને સાબુ-સર્ફ વાપરે. એ ધોળા વસ્ત્રો પહેરવામાં જરાક રાગની અનુભૂતિ થાય. ખરેખર ઈન્દ્રિયની હાનિ ન થાય એ માટે વિગઈ વાપરે, પણ એમાં આસક્તિભાવ જાગી જાય.
પાઠ સારો લેવા માટે જ બપોરે આરામ કરે, પણ એ દસ મિનિટ આરામથી પણ ચાલે તેમ હોવા છતાં ૨૦-૩૦ મિનિટ આરામ શરુ કરી દે...
આ બધા અપવાદ સેવનો એવા છે કે એકદમ ચોખ્ખા નથી, નાના-નાના દોષો લાગેલા છે. માટે આ સાતિચાર અપવાદ કહેવાય છે.
જે અપવાદ માત્ર સુખશીલતા, પ્રમાદ, આસક્તિ વગેરેથી પ્રેરાઈને જ સેવવામાં આવે, જેમાં અપવાદ સેવવાનું કોઈ કારણ જ ન હોય, અને સાધુ નિઃશંક બનીને દોષ સેવતો હોય તો એ અપવાદ હકીકતમાં ઉન્માર્ગ જ બની રહે છે.
દા.ત. આસક્તિથી પ્રેરાઈને આધાકર્મી શીરો વગેરે કરાવે, શારીરિક સુખશીલતાને પરવશ બનીને રાત્રે જ વિહાર કરે, વિભૂષાના રાગથી કાયમ ધોળા-ધબ વસ્ત્રો પહેરે, વારંવાર કાપ કાઢે. આસક્તિને પરવશ બનીને પુષ્કળ વિગઈઓ વાપરે, વગર કારણે રોજ બપોરે એક-બે-કલાક ઊંઘી જાય...
૧૬૭ ****
**