________________
&
&&&
2
મહાવતો જ
આ દરેક વિરાધના અને કર્મક્ષય આપનારી બની રહે છે. એમાં મહાવ્રતનો ભંગ થવાની વાત તો દૂર રહી, ઉર્દુ એમાં સંયમપરિણામોની વૃદ્ધિ જ થાય છે.
આ તો આપણે થોડાક જ દૃષ્ટાંતો જોયા. પણ ખરેખર તો દરેકે દરેક વિરાધનામાં આ વાત સમજી જ લેવાની છે. એટલે પૂર્વે ષટ્કાયની જે વિરાધનાઓ બતાવેલી, એ બધાયમાં આ વાતનો ખ્યાલ રાખવો જ કે જો એ વિરાધના કારણસર, યતનાપૂર્વક ગીતાર્થ સાધુ કે ગીતાર્થ નિશ્રિત સાધુ કરતો હશે, તો એમાં કોઈ જ દોષ નથી.
શિષ્ય : જેમ ઉત્સર્ગમાર્ગ આરાધનારૂપ છે, અને એ કર્મક્ષય આપે છે તેમ અપવાદમાર્ગ પણ આરાધના રૂપ છે, અને એ કર્મક્ષય આપે છે. એ વાત તમે હમણાં જ દર્શાવી. આ રીતે વિચારીએ તો ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ બંને સરખા જ થયા. તો પછી જેમ ઉત્સર્ગમાર્ગ વધુ ને વધુ સેવીએ, તેમ વધુ ને વધુ કર્મક્ષય પ્રાપ્ત થાય. એમ અપવાદમાર્ગ પણ જેટલો વધુ ને વધુ સેવીએ, એટલો વધુ ને વધુ કર્મક્ષય થાય.
આ વાત બરાબર ને ? ગુરુ : હા, બરાબર ! ઉત્સર્ગમાર્ગ જેટલો વધુ સેવાય એટલી કર્મનિર્જરા વધારે ! અપવાદમાર્ગ જેટલો વધુ સેવાય એટલી કર્મનિર્જરા વધારે !
શિષ્ય : વાહ ! વાહ ! તો તો ઉપવાસાદિ તપ એ ઉત્સર્ગમાર્ગ છે. તો જેમ વધુ ને વધુ તપ કરીએ તેમ વધુ ને વધુ કર્મક્ષય પ્રાપ્ત થાય. એમ આધાકર્મી વાપરવું એ અપવાદમાર્ગ છે, તો જેમ વધુ ને વધુ આધાકર્મી વાપરીએ તેમ વધુ ને વધુ કર્મક્ષય થશે ને ?
અજવાળામાં જ વધુ ને વધુ વિહાર કરવારૂપી ઉત્સર્ગમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! તો અંધારામાં જ વધુ ને વધુ વિહાર કરવારૂપી અપવાદ માર્ગથી પુષ્કળ કર્મક્ષય ! વસ્ત્રોનો કાપ ન કાઢવા રૂપી ઉત્સર્ગમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! તો વારંવાર વસ્ત્રો ધોવા રૂપી અપવાદમાર્ગથી પુષ્કળ કર્મક્ષય ! આ તો મઝા પડી જાય.
આધાકર્મી વાપર્યા જ કરો, રાત્રે જ વિહાર કર્યા કરો, વસ્ત્રો ધોયા જ કરો... એમાં જ આપણું કલ્યાણ !
ગુરુ : અપવાદમાર્ગના સેવનમાં આ જ એક ભયંકર આપત્તિ છે, જે અત્યારે તારા શબ્દો પરથી, એમાંથી પ્રગટ થતા તારા ભાવો પરથી છતી થાય છે.
મેં તને પૂર્વે જ કેટલું બધું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માત્ર આધાકર્મી વાપરવું. એ અપવાદ નથી. પણ કારણસર શાસ્ત્રીયયતના પૂર્વક આધાકર્મી વાપરવું એ અપવાદ છે. અને એ જ કર્મક્ષય કરી આપે. એને બદલે તું કારણ + યતના આ પદાર્થોની સામે ૨૯-૯-૯-૯-૦૯-બોલ જી--
we ------ - - - - - - - -