________________
જ
૯૯ જાતજ - પ્રથમ મહાવત જ
અહિ - - ૯૯ - - - -
વનસ્પતિકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) ચોમાસામાં ચારે બાજુ નિગોદ થઈ ગઈ હોય, એક-બે-ત્રણ ઉપવાસથી વધુ કરવાની શક્તિ ન હોય, એટલે જ ગોચરી-પાણી લેવા જવું આવશ્યક હોય, તે વખતે સાધુ જયાં ઓછી નિગોદ હોય એવા સ્થાનોમાં જ ગોચરી જાય, સંયમનિર્વાહ માટે જેટલું જરુરી હોય એટલું જ વાપરે. અને એ રીતે ઓછામાં ઓછી નિગોદ વિરાધનાથી સંયમનિર્વાહ કરવાનો પ્રયત્ન કરે.
(ખ) તેવા પ્રકારની માંદગીમાં ફળો વાપરવા જ પડે, તો જે ફળોમાં ઓછા બીજ હોય એવાં ફળો વાપરે. વધારે બીજવાળા ફળો ન વાપરે. દા.ત. ચીકુથી ચાલી જાય, તો સંતરામોસંબી વગેરે ન વાપરે. સફરજનથી ચાલી જાય તો ક્લીંગરાદિ ન વાપરે. કમળામાં શેરડીનો રસ લેવો જ પડે તો પણ જો ચણા ખાવાથી જેટલું કામ પતતું હોય, એટલું પતાવે... રસની જેટલી ઓછી જરુર રહે, એવો પ્રયત્ન કરે અને એટલો જ રસ વાપરે.
ત્રસકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) ગ્લાનની વૈયાવચ્ચ વગેરે રૂપ અત્યંત અગત્યના કામ માટે ઝડપથી જવું જરૂરી હોય, એટલે લાંબા વિહારો કરવાના હોય, એ વખતે ગુરુની રજા લઈને અંધારામાં પણ વિહાર કરે. ઘણા લાંબા વિહાર હોવાથી ઉપધિ ઉંચકવી શક્ય ન હોય તો એ માટે સાથે ઉપધિ ઉંચકવા માટે સાઈકલવાળો રાખે. આમાં ત્રણ વિરાધનાની સંભાવના હોવા છતાં ગાઢ કારણસર તે આ પ્રમાણે પ્રવૃત્તિ આદરે.
(ખ) કુતરો ઉપાશ્રયમાં સતત બેસી રહેતો હોય, અઘી-મૂતરીને ઉપધિ વગેરે બગાડતો હોય, કબુતરાદિ ફાડી ખાતો હોય... આવી પરિસ્થિતિમાં કુતરાને બહાર કાઢવો અનિવાર્ય બને ત્યારે એના ઉપર પાણી નાંખવા દ્વારા કે છેવટે દાંડાથી ગભરાવવા દ્વારા પણ બહાર કાઢે. આવું વારંવાર ન કરવું પડે એ માટે ઉપાશ્રયમાં કુતરો પ્રવેશી ન શકે એવી ઉચિત વ્યવસ્થા કરાવડાવે...
(ગ) રસ્તામાં ઘણા કુતરાઓ પાછળ પડે, કરડી જવાનો ભય રહે, એ વખતે નાછુટકે દાંડાથી કે પત્થરથી કુતરાઓને ગભરાવે. પણ દાંડા કે પથરો મારવો ન પડે, માત્ર તેવી ચેષ્ટાથી જ રક્ષણ મળી જાય તેવું કરે. - ઉપરના દૃષ્ટાન્તોમાં દેખાશે કે
(૧) ગીતાર્થ કે ગીતાર્થનિશ્ચિત સાધુ (૨) કારણસર (૩) યતના જાળવવા પૂર્વક (૪) વિરાધના કરે છે, એને વિરાધના કરવી પડે છે.