________________
મહાવ્રતો
(ગ) પાકી પૂછપરછ કરીને પાણી વહોરેલું હોવા છતાં પાછળથી ખબર પડી કે “ઉકાળવામાં ગરબડ થઈ છે અને જે પાણી વહોર્યું છે. એ તો સચિત્ત છે.” તો સાધુ વિધિપૂર્વક એ પાણીને પરઠવે... આમાં વિરાધના છે જ, છતાં કારણસર યતનાપૂર્વક પરઠવે છે, માટે સાધુ નિર્દોષ છે. તેઉકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) ગચ્છમાં વૃદ્ધ સાધુઓ હોય અને ઉપાશ્રયમાં રાત્રે અંધારુ વધારે થઈ જવાથી વૃદ્ધ સાધુઓ માત્ર કરવા જતાં પડી જાય એવો ભય હોય. આવા વખતે સાધુ એ સ્થાને ઝીરોનો બલ્બ મુકાવે. તો આ તેજસ્કાયની શુદ્ધ વિરાધના છે. વૃદ્ધ સાધુઓ પડી જવાદિ રૂપ ભય ખરેખર છે, એટલે આ બલ્બ મુકાવે છે, જેથી ઈલેક્ટ્રીકસીટીની વિરાધના હોવા છતાં ઉજઈની વિરાધના નથી થતી. વળી એ ઝીરો બલ્બ પણ રાત્રે દસ વાગ્યા પછી શરુ કરાવે છે. ત્યાં સુધી તો સાધુઓ જાગતા હોવાથી વૃદ્ધોને માત્ર પરઠવવાદિ માટે જવાનું નથી. સવારે પણ શક્ય એટલી વહેલી જયણા કરાવી દે છે... આમ, આ બધી યતના પણ પાળી છે.
એમ ચોર, સાપ વગેરેના ભયવાળા સ્થાનોમાં પણ આ વાત સમજી લેવી.
(ખ) મેલેરિયાદિ તાવમાં બપોરે-સાંજે તપાસ કરવા છતાં ગરમ દૂધ ન મળે, તો છેવટે ગરમ દૂધ કરાવવું પડે... એમ તે તે માંદગીમાં નિર્દોષ વસ્તુ ન મળે તો અને દોષિત કરાવ્યા વિના ચાલે એમ જ ન હોય તો દોષિત કરાવવું પડે....
વાયુકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) ભયંકર રોગો થાય, હોસ્પીટલમાં દાખલ થવું પડે, .C.U. માં રહેવું પડે કે એ સિવાય પણ ડોક્ટરની કડક સૂચનાથી એરકન્ડીશનમાં જ રહેવું પડે. એ વખતે શક્ય એટલું એરકન્ડીશન ઓછું રખાવે. રોગી સિવાયના સાધુઓ ત્યાં ન બેસે, એક કે બે સાધુ જ ત્યાં એ રૂમમાં ૨હે. બીજાઓ વંદનાદિ કરવા આવે, પણ તે જ રૂમમાં લાંબો સમય ન રહે. (ખ) વૈશાખ-જેઠ મહીનાની ગરમી અને બફારો અતિ ભયંકર હોય, સહન કરવાની ભાવના હોવા છતાં પણ ગરમીની પરાકાષ્ઠામાં સહનશક્તિ પણ ઓછી પડતી હોય... આવી પરિસ્થિતિમાં અનુકૂળતા મેળવવા નહિ, પરંતુ આર્તધ્યાન અટકાવવા અને આરાધના વધુ સારી કરવા માટે સાધુ બારી-બારણા ખોલે... આમાં પવનનો રાગ નથી, કે દુ:ખનો દ્વેષ પણ નથી. પણ બાહ્ય પરિસ્થિતિ આરાધનાને માટે અત્યંત પ્રતિકૂળ ઊભી થવાથી આરાધના ટકાવી રાખવાનો જ એક માત્ર ભાવ છે. અર્થાત્ કારણસર જ દોષ સેવે છે, અને પંખાદિ વાપરવાને બદલે માત્ર બારી-બારણા ખોલવારૂપ નાનો દોષ સેવવાની યતના કરે છે... આ પણ વાયુકાયની શુદ્ધ વિરાધના છે.
૪૧૫૬