________________
--------- મહાવ્રતો -------------
અર્થ : સૂત્રની વિધિથી સંપૂર્ણ, યતના કરનારા, અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા સાધુને જે વિરાધના થાય એ નિર્જરા આપનારી બને.
બોલ, આ વચન તો માન્ય છે ને ?
આમાં સાધુના ત્રણ વિશેષણો દર્શાવેલા છે. (૧) યતમાન (૨) સૂત્રવિધિસંપૂર્ણ (૩) અધ્યાત્મવિશુદ્ધિયુક્ત
અહીં ઉપર જે ત્રણ વિશેષણો બતાવ્યા ને? એ જ આ ત્રણની અંદર આવી જાય છે. જુઓ ગીતાર્થ | ગીતાર્થનિશ્રિત = સૂત્રવિધિથી સંપૂર્ણ. યતના પુર્વક = યતમાન = શક્તિનિગૂહન નહિ. કારણસર = અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત = રાગ નહિ કે દ્વેષ નહિ. દોષ સેવે. = વિરાધના. તો એ નિર્દોષ છે. = નિર્જરા કરનારી બને.
આમાં એ બાબતો ધ્યાનમાં રાખવી કે કોઈ સાધુ સ્વયં ગીતાર્થ ન હોય, ગીતાર્થની આજ્ઞા-સલાહ પણ લેતો ન હોય અને પોતાની મેળે જ નિર્ણયો કરતો હોય. એ સાધુ તે તે દોષો સેવવાના અવસરે યતના કરે પણ ખરો, એટલે એ દષ્ટિએ એ યતમાન કહેવાય, અને આમ પાછો કારણસર જ દો ષ સેવતો હોવાથી અપેક્ષાએ અધ્યાત્મવિશુદ્ધિયુક્ત પણ કહેવાય. પણ સૂત્રની વિધિ એ છે કે અગીતાર્થે ગીતાર્થની આજ્ઞા-સલાહ મુજબ જ પ્રવૃત્તિ કરવી. જ્યારે આ સાધુ તો સ્વમતિથી પ્રવૃત્તિ કરે છે. માટે જ એ સૂત્રવિધિથી સંપૂર્ણ ન ગણાય. અને એટલે જ “ગીતાર્થને પૃચ્છા કરવી વગેરેની પોતાની શક્તિને એ ફોરવતો ન હોવાથી એ શક્તિનિગૂહનવાળો પણ ગણાય. એટલે સાધુ ગીતાર્થ કે ગીતાર્થનિશ્રિત તો હોવો જ જોઈએ.
બીજી વાત એ કે માંદગી વગેરેમાં ધારો કે ગરમ દૂધની જરુર છે, તો સાધુ સ્વમતિ પ્રમાણે એમ વિચારે કે “આધાકર્મીને બદલે મિશ્રદોષવાળું ગરમ દૂધ ઓછા દોષવાળું તો અપેક્ષાએ તો આ સાધુએ યતના કરી જ છે. છતાં મિશ્રદોષ કરતા પણ નાનો દોષ સ્થાપનાદિ છે. એ દોષવાળું મળતું હોવા છતાં મિશ્ર દોષ સેવે, તો એણે અપેક્ષાએ યતના કરી હોવા છતાં સૂત્રવિધિથી સંપૂર્ણ તો એ સાધુ બન્યો જ નથી.
આમાં હજી પણ ઘણી બધી બાબતો વિચારી શકાય. સાર એ છે કે
જે ગીતાર્થ ગીતાર્થ નિશ્રિત હોય, અને કારણસર યતનાપૂર્વક દોષ સેવતો હોય, તે સાધુની વિરાધનામાં રાગ કે દ્વેષ કે શક્તિનિગૂહન ન હોય, અને માટે જ બાહ્યદષ્ટિએ - - - - - - - - - - ૧૫૪ -------------------------