________________
--------- ૯૯ - - - - - - પ્રથમ મહાવત
- - - -
-
- - - -
-
ઘરો હોય, ગોચરી પૂરતી મળતી હોય, છતાં પણ સાધુ એ જવા-આવવાના કંટાળાને લીધે રસોડાની ગોચરી વાપરી લે, આધાકર્મી આરોગી લે...
આમ “ઢષજન્ય વિરાધના ઓછી થાય રાગજન્ય વિરાધના વધારે થાય. શક્તિનિગૂહનજન્ય વિરાધના ઘણી વધારે થાય.” એમ સામાન્યથી કહી શકાય. બાકી તો એમાંય સ્યાદ્વાદ સંભવિત છે જ.
હવે આપણે આપણા જીવનમાં તપાસ કરવાની કે મારા દ્વારા જે કોઈપણ નાનીમોટી વિરાધના થાય છે એ રાગજન્ય છે ? વૈષજન્ય છે ? કે શક્તિનિગૂહનજન્ય છે ?
જો ત્રણમાંથી એકપણ પ્રકારની હોય તો એ વિરાધના આપણા મહાવ્રતનો ભંગ કરનારી બને. પણ જો ત્રણમાંથી એક પણ પ્રકારની ન હોય તો એ વિરાધના થવા છતાં પણ મહાવ્રતનો ભંગ કરનારી ન બને.
પ્રશ્ન : જે ત્રણ પ્રકારની ન હોય, એ વિરાધના ખરેખર વિરાધના જ ન ગણાય, એ તમારી વાત સાચી. પણ એ વિરાધનાનું સ્વરૂપ બતાવો ને? તો અમને ઉપરની ત્રણ વિરાધનાની માફક આ ચોથી વિરાધનાને પણ ઓળખવાની સમજ પ્રાપ્ત થાય.
ઉત્તર : (૧) ગીતાર્થ સાધુ (૨) કારણસર (૩) યતનાપૂર્વક કોઈક વિરાધના કરી બેસે તો એ વિરાધના આ ચોથા પ્રકારની ગણાય.
હો ! જે સાધુઓ અગીતાર્થ છે, તેઓ પણ જો ગીતાર્થની રજા પ્રમાણે, ગીતાર્થની સલાહ પ્રમાણે દોષ સેવે, કારણસર જ દોષ સેવે, યતનાપૂર્વક દોષ સેવે તો એમની એ વિરાધના પણ ચોથા પ્રકારની વિરાધના ગણાશે.
ટૂંકમાં
(૧) ગીતાર્થ | ગીતાર્થની જ આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનાર અગીતાર્થ સાધુ (૨) કારણસર (૩) શાસ્ત્રીય યતના પૂર્વક કોઈક જીવવિરાધના કરે, કરી બેસે તે વિરાધના મહાવ્રતનો ભંગ ન કરે, ઉલ્ટ એ તો અપવાદમાર્ગ રૂપ હોવાથી એ ઘણો કર્મક્ષય કરાવનાર બને.
પ્રશ્ન : હે? શું કહો છો તમે? શું જીવવિરાધના નિર્જરા કરાવનારી બને? કોણે કહ્યું?
ઉત્તર : તને મારી વાતમાં શ્રદ્ધા ન હોય, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીના વચનોમાં તો શ્રદ્ધા છે જ ને? જો પિંડનિર્યુક્તિમાં તેઓશ્રીએ ફરમાવ્યું છે કે,
जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स