________________
પ્રથમ મહાવ્રત
કોઈકને સવારે વહેલા પહોંચી જવાની કુટેવ જ પડી ગઈ હોય, એટલે એ કોઈ કારણ વિના અંધારામાં વિહાર કરે, ગોચરી માંડલીના કાજામાં કે પલ્લાદિ ઉપધિમાં ઘણી કીડીઓ આવી ગઈ હોય તો ખૂબ ધીમે ધીમે એ બધી કીડીઓને દૂર કરવાને બદલે એમાં ઉતાવળ કરે, ધીરજથી કામ ન લે, કામ જલ્દી પતાવવાની વૃત્તિ રાખે...
આમ છ એ છ કાયમાં (ક)માં રાગજન્ય હિંસા, (ખ)માં દ્વેષજન્ય હિંસા અને (ગ)માં શક્તિનિગૂહન (આળસ,કંટાળો) જન્ય હિંસા જોઈ.
આમાં એ ખ્યાલ રાખવો કે પૃથ્વી વગેરે સ્થાવર જીવો પર સીધો દ્વેષ તો પ્રાયઃ થતો નથી. કેમકે એ સ્થાવરો સીધા તો આપણને હેરાનગતિ કરતા નથી. છતાં જુદી જુદી અપેક્ષાએ એમાં દ્વેષજન્ય હિંસા દર્શાવી છે. જ્યારે ત્રસજીવો - કીડી, મંકોડા, મચ્છર, ગરોળી, કુતરા, સાપ, બિલાડી, ગાય-બળદ-ભેંસ, વંદા, ઉંદરડા... આ બધા સીધી રીતે ત્રાસ આપનારા અનુભવાય છે. એટલે જ એમના પર સીધો દ્વેષ પણ થાય છે અને એનાથી પ્રેરાઈને હિંસા પણ થાય છે.
આ ત્રણેયમાં પણ દ્વેષજન્ય હિંસા ઓછી થાય, લગભગ ન થાય. કેમકે સાધુમાં જીવ પ્રત્યેની કરુણા હોય જ છે, એટલે જાણી જોઈને જીવને મારવા, જીવને પીડા કરવી, એમના ૫૨ ગુસ્સો કરવો. એ સાધુના જીવનમાં ઓછું બને. પરંતુ પાંચ ઈન્દ્રિયના વિષયવસ્તુઓનો રાગ જ્યારે કાબુ બહાર થાય ત્યારે સાધુ એ રાગને પરવશ બની એ વિષયસુખોના ભોગવટા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એવું પણ બને. અને એમાં જ એ ઉ૫૨ પ્રમાણે જીતજાતની હિંસા કરી બેસે. એ વખતે એને જીવને મારી નાંખવાની કે જીવને પીડા દેવાની ભાવના બિલકુલ નથી હોતી. પણ “મારે પાંચ ઈન્દ્રિયના સુખો ભોગવવા છે, એ મને મળવા જોઈએ” આ રાગભાવ જ ત્યાં સૌથી મુખ્ય ભાગ ભજવતો હોય છે. દા.ત. શીરો ખાવાની ઈચ્છા થઈ તો સાધુ કંઈ અગ્નિકાયના જીવોને મારવાની ઈચ્છાવાળો નથી, પણ એને શીરો તો કોઈપણ રીતે જોઈએ છે. એ માટે અગ્નિકાયના જીવોની વિરાધના થાય, તો પણ એ વાતને સાધુ સ્વીકારી લે છે. ટુંકમાં રાગજન્ય વિરાધનામાં જીવદ્વેષ નથી. પણ રાગની માત્રા વધી જવાથી સાધુ વિરાધના તરફ ઉપેક્ષાવાળો બને છે. જો સાધુને ત્યારે જ સહજ રીતે નિર્દોષ શીરો મળી જ જાય, તો એ કંઈ સ્પેશ્યલ બનાવડાવતો નથી જ. કેમકે એનો રાગ સંતોષાઈ ગયો છે.
જેમ એક રાજાને બીજા રાજાનું રાજ્ય છિનવી લેવાની ઈચ્છા થઈ. હવે એ રાજા ત્યાં સંદેશો મોકલે છે કે “કાં તારૂ રાજ્ય આપી દે, નહિ તો યુદ્ધ કર” હવે જો પેલો રાજા સામે ચાલીને રાજ્ય આપી દે તો પેલો રાજ્યલાલચુ રાજા યુદ્ધ નહિ કરે, રાજ્ય મેળવી લેશે. પણ જો પેલો રાજા રાજ્ય ન આપે તો રાજ્યની લાલચથી આ રાજા યુદ્ધ
*******h **