________________
- જ ન પ્રથમ મહાવત
છે
જે એ વિરાધના દેખાવા છતાં પરમાર્થથી તો એ આરાધના જ છે અને માટે જ એને કર્મક્ષય પ્રાપ્ત થાય છે.
જેમ આરાધના કર્મક્ષય આપે, એમ ઉપરોક્ત વિરાધના પણ આરાધનારૂપ હોવાથી કર્મક્ષય આપનારી બને. હવે ષકાયને વિશે આપણે આ ચોથી-શુદ્ધ વિરાધનાની વિચારણા કરીએ. પૃથ્વીકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) અચાનક હોઈ સાધુનું B.P. એકદમ ઘટી ગયું. એને બચાવી લેવા માટે બલવણનું પાણી પીવડાવવું જરૂરી બને. જો વિલંબ થાય તો સાધુનો કાળધર્મ પણ થઈ જાય. આવા વખતે સાથેનો સાધુ ‘પાકું બલવણ કોના ઘરે છે?' એ ખ્યાલ ન હોવાથી અને ઘરે ઘરે તપાસ કરવાનો અવસર ન હોવાથી સીધો જ કોઈક શ્રાવકના ઘરે જઈને તત્કાળ ગેસ પર બલવણનું પાણી તૈયાર કરાવે અને B.P. વાળા સાધુને વપરાવીને એને બચાવી લે. તો અહીં બલવણની વિરાધના થઈ. પણ આ સાધુએ ગ્લાન સાધુની જીંદગી બચાવવા રૂપી કારણસર શક્ય એટલી યતનાથી દોષ સેવ્યો છે, માટે આ સાધુને વિરાધના થવા છતાં પણ નિર્જરાની પ્રાપ્તિ થાય. સીધું સચિત્ત બલવણ વપરાવવાને બદલે અચિત્ત કરાવીને વાપર્યું એ યતના કરી કહેવાય,
(ખ) રસ્તાની આજુબાજુ સચિત્ત માટી હોય, સાધુ રોડ પર ચાલતો હોય પણ સામેથી મોટું વાહન ઝડપભેર આવવાથી એવી કટોકટિ સર્જાઈ કે સાધુએ માટી પર પગ મૂકવો જ પડે, નહિ તો અકસ્માત થાય. આવી પરિસ્થિતિમાં સાધુ માટી પર એક પગ મૂકીને ઉભો રહી જાય અને વાહનને જવા દે. તો સાધુએ જીવ બચાવવા રૂપી કારણસર બેને બદલે એક જ ડગલું માટીમાં મૂકવા રૂપી યતના પૂર્વક પૃથ્વીની વિરાધના કરી છે, માટે જ એને કર્મક્ષયની પ્રાપ્તિ થાય.
અપૂકાયમાં શુદ્ધ વિરાધના :
(ક) શેષકાળમાં ઘરોમાં ઉકાળેલું પાણી મળતું જ ન હોય, તો છેવટે આંબિલખાતાનું આધાકર્મી પાણી પણ લે, પણ એ પણ જેટલું જોઈએ એટલું જ લે, વાપરવામાં પણ કરકસર કરે. ઘરોમાંથી થોડુંક પાણી મળતું હોવા છતાં સંપૂર્ણ જરૂરિયાત પૂરી ન થતી હોવાથી આધાકર્મી લેવું પડે તો પણ એ થોડું પણ નિર્દોષ ન લેવું અને બધું જ આધાકર્મી લેવું.... એવું ન કરે પણ જેટલું શુદ્ધ મળે, એટલું લઈને બીજું બધું પાણી આધાકર્મી લે.
(ખ) શાસ્ત્રીય વિધિ પ્રમાણે સાધુ નદી ઉતરે, અર્થાત્ વિહારક્રમમાં સહજ રીતે નદી આવે કે પાણીના ખાબોચિયા આવે. ચોખો રસ્તો મળતો ન હોય, તો છેવટે શાસ્ત્રની વિધિ જાળવીને તેમાંથી પસાર થાય.
- - - -
- -
-
-
- ૧૫૫
૮-૯
&
૧૯૯
૯