________________
વહોરે અને લીલા શાક તથા એમાંય ભાવતા શાક વહોરે, અમુક ઘરોમાં સારી સારી વસ્તુઓ મળતી હોય પણ ત્યાં નિગોદ ખૂબ હોય છતાં સારી વસ્તુઓના લોભથી નિગોદ પરથી ચાલીને પણ ત્યાં જાય.
(ખ) બે-ત્રણ કાંટા વાગવાથી કાંટા પર ગુસ્સો ચડ્યો હોય અને સામે જ રસ્તા વચ્ચે ઝાડ પરથી તાજું છૂટું પડેલું કાંટાઓનું ઝુમખું દેખાય, એટલે એ પકડી ઉંચકીને દૂર ફેંકે. (તાજું ઝૂમખું સચિત્ત પણ હોઈ શકે છે...) કાંટાની હેરાનગતિથી ત્રાસીને કોઈક વળી બધેજ બાવળીયા કાંટાઓને કાપી નાંખવાનો, કાઢી નાખવાનો ઉપદેશ આપે.
(ગ) દૂર જગ્યા મળતી હોવા છતાં નજીકમાં ઘાસાદિ ઉપર જ ઠલ્લે-માત્રુ પરઠવી દેવામાં આવે, માંદગી વગેરેમાં નિર્દોષ ફળોની તપાસ કરવાના કંટાળાને લીધે ભક્તને એ માટેનો આદેશ આપી દે, નિગોદાદિ વિનાનો થોડોક લાંબો રસ્તો મળતો હોવા છતાં ટુંકામાં પતાવવા માટે નિગોદાદિવાળો, ઘાસવાળો કાચો, નાનો રસ્તો પકડે.
ત્રસકાય:
(ક) સવારે વહેલા વહેલા પહોંચી જઈએ, તો નવકારશી ગરમ મળે, તડકો સહન ન કરવો પડે. આ નવકારશી અને સુખશીલતાના રાગથી પ્રેરાઈને સાધુ અંધારામાં વિહાર કરે. એમાં નીચે જીવો દેખાવાના નથી, એટલે એ જીવો મરે એની સંભાવના પણ છે, છતાં એ તરફ ઉપેક્ષા કરે. એમ “ઉપાશ્રય ચોખ્ખો ચટ જોઈએ” એવા ચોક્નાઈના રાગથી પ્રેરાઈને ઉપાશ્રયમાં કીડી વગેરેનો નાનો-મોટો ઉપદ્રવ હોવા છતાં માણસ પાસે કચરા-પોતા કરાવે, કરતો હોય તો નિષેધ ન કરે... એ રીતે ત્રસજીવોની વિરાધના પ્રત્યે ઉપેક્ષા કરે. મમત્વથી પ્રેરાઈને પોટલાઓનો પરિગ્રહ કરેલો હોય અને પછી ગાડીમાં એ પોટલાઓ મંગાવવા પડે, મોકલવા પડે એમાં ત્રવિરાધના ખૂબ થાય...
(ખ) મચ્છરના ચટકાઓથી ત્રાસીને જોરથી એ ચટકાવાળી જગ્યાએ હાથ પછાડે, એમાં મચ્છર મરી જાય. એમ કીડીના ચટકાઓથી હેરાન થઈને, કીડીની સંભાવનાની જાણકારી હોવા છતાં પણ તે ભાગને જોરથી ખણી નાંખે, પણ ઓઘાથી ધીમે રહીને પૂજે નહિ. રસ્તામાં કુતરાઓ ભસી ભસીને હેરાન કરે ત્યારે ગુસ્સે થઈ દાંડો લઈ કુતરાઓ પાછળ દોડે, કદાચ દાંડો મારી દે, પથરા મારી દે, ઉપાશ્રયમાં વારંવાર કુતરો આવીને બેસી જતો હોય તો કંટાળીને ગુસ્સામાં એને દાંડો મારીને ભગાડે... ગરોળી, વાંદરા, વાંદા વગેરેથી કોઈકને ખૂબ ભય લાગતો હોય એટલે જ, જ્યારે એ જીવો દેખાય ત્યારે એમના પ્રત્યે અણગમો થાય અને એમને ભગાડવા માટે લાકડી ઠપકારવી કે બૂમો પાડવી... વગેરે પ્રવૃત્તિ કરે.
(ગ) નવકારશી ન કરવાની હોવા છતાં કે તડકાદિની મુશ્કેલી ન હોવા છતાં - - - - - - - - - - - - - - ૧૫૦ જલ-બાલ-લાલ - - - - - - -