________________
જ જ
જ
કો મહાવતો.
એટલે ઉપર દર્શાવેલી વિરાધના માત્રથી મહાવ્રતોનો ભંગ કોઈપણ ભોગે માની ન શકાય એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે.
તો પછી મહાવ્રતનો ભંગ શી રીતે માનવો ? એ પ્રશ્ન બાકી જ રહે છે.
એનો ઉત્તર ખૂબ જ શાંતચિત્તે, ગંભીરતાથી સાંભળજે. એ ઉત્તરના આધારે બીજા પણ હજારો-લાખો સ્થાનોમાં તને ઢગલાબંધ સમાધાનો મળી રહેશે.
સૌથી પહેલી વાત એ કે હિંસાની વ્યાખ્યા શું? હિંસા થાય તો જ મહાવ્રતનો ભંગ ગણાય ને ? હિંસા જ ન થાય તો મહાવ્રતનો ભંગ ન ગણાય.
શિષ્ય : હિંસાની વ્યાખ્યા તો પ્રસિદ્ધ છે કે “જીવ મરી જવો તે હિંસા, જીવને પીડા થવી એ હિંસા.”
ઉત્તર : ડોક્ટર કોઈક દર્દીનું ઓપરેશન કરે. પણ એમાં દર્દી મરી જાય તો શું એ હિંસા કહેવાય છે? લોકો ડોક્ટરને હિંસક કહે છે? એમ ડોક્ટર દર્દીને ઈજેક્શન આપે, કડવી દવા પીવડાવે ત્યારે દર્દીને પીડા થાય છે, શું ત્યાં એ પીડા હિંસા કહેવાય છે? લોકો ડોક્ટરને હિંસક કહે છે ? દેશમાં ઘૂસીને સર્વત્ર આતંક ફેલાવવા ઈચ્છતા આતંકવાદીઓને સૈનિકો યુદ્ધ કરીને મારી નાંખે છે, શું લોકો એને હિંસા કહે છે ? તે દર્શાવેલી વ્યાખ્યા તો લોકો ય માન્ય નથી કરતા.
જૈનદર્શન પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રમત્તયો IIZ [વ્યપરોપur હિંસા. તસ્વાર્થ સૂત્ર. પ્રમાદના કારણે જીવ મરી જવો (કે એને પીડા થવી) એ હિંસા. આમાં
(૧) પ્રમાદયોગ છે અને જીવ મરે છે તો લોકોમાં એ હિંસા કહેવાશે, અને મહાવ્રતનો ભંગ પણ થશે.
(૨) પ્રમાદયોગ છે પણ જીવ મર્યો નથી, તો લોકોમાં હિંસા નહિ કહેવાય, પણ મહાવ્રતનો ભંગ થશે.
(૩) પ્રમાદયોગ નથી અને જીવ મરે છે, તો મુગ્ધલોકો એને હિંસા કહેશે, પણ મહાવ્રતનો ભંગ નહિ થાય,
(૪) પ્રમાદયોગ નથી અને જીવ મરતો પણ નથી, તો લોકોમાં પણ હિંસા નહિ કહેવાય અને મહાવ્રતનો ભંગ પણ ન ગણાય.
આમાં પહેલા બે ભાંગામાં મહાવ્રતનો ભંગ થાય છે, ત્રીજા ભાંગામાં જીવ મરતો હોવા છતાં પણ મહાવ્રતનો ભંગ નથી થતો, એમાં મહાવ્રતો ટકે છે, વધે છે. ચોથો ભાંગો તો બધી રીતે સારો જ છે.
જજ ૧૪૬
જાજરાજ