________________
૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ પ્રથમ મહાવ્રત -૪-૯-૦૯ -૦૯-૦૯-૨૯-ક ૦૯-૦૯ -
(ઝ) ગરમ પાણી, ગરમ ચા, ગરમ દૂધ ઠંડુ કરવા ટૂંક લગાવે કે પાત્રામાં જ પાણી વગેરેને હલાવી હલાવીને ઠંડુ કરે.
(ટ) કાપ કાઢવામાં આવે, એમાં કપડા ઘસતી વખતે, પાણીમાં છબછબ કરતી વખતે વાયુની વિરાધના થાય.
(6) વિહારમાં કામળીનો કે કપડાનો છેડો ઉડ્યા કરે, એ રીતે રાખવામાં આવે. (ડ) ભીના કપડાને સુકવવા માટે એને ઝાટકવામાં આવે. (ઢ) રાત્રે મચ્છરદાની નાંખેલી હોય, એ આખી રાત પવનમાં થોડી-ઘણી ઉડ્યા કરે. (૫) યોગાસન, કસરતાદિમાં જોરથી શ્વાસ લેવામાં આવે કે જોરથી મૂકવામાં આવે. (ફ) છીંક-બગાસાદિ વખતે મુહપત્તીનો ઉપયોગ ન રાખવામાં આવે
(બ) પ્લાસ્ટીકની બોટલો, ટ્યુબો વગેરે દબાવવામાં આવે. રબરનો બોલ એના જેવી અન્ય કોઈપણ વસ્તુ દબાવવામાં આવે.
(ભ) કોઈપણ વસ્તુ ફેંકવામાં આવે. જેમ કે એકદમ નીચે નમીને માત્રુ પરઠવવાને બદલે ઉંચેથી માત્રુ પરઠવાય. બીજા સાધુની તરફ કપડો-કામળી વગેરે ફેંકવામાં આવે.
આમાં પણ કોઈક વિરાધના કરણરૂપ છે, કોઈક કરાવણરૂપ છે. કોઈક અનુમોદન રૂપ છે. આ બધી વિરાધના મન-વચન-કાયાથી ત્યાગવી. - વનસ્પતિકાય :
(ક) પહેલો વરસાદ પડે, ત્યારે આખી ધરતી ઉપર સતત ત્રણ દિવસ સુધી અનંતકાયની ઉત્પત્તિ થાય. એ આંખેથી ન દેખાય, છતાં સર્વજ્ઞવચનથી આ વાત સત્ય જ છે. એટલે પ્રથમ વરસાદના ત્રણ દિવસ સુધી ગોચરી-પાણી-ઠલ્લે-વિહારાદિ માટે ધરતી ઉપર ચાલવાનું થાય તો વનસ્પતિની વિરાધના ગણાય. (સામાન્યથી પા ઈંચ કે અડધો ઈંચ વરસાદ પડે તો એ પ્રથમ વરસાદ ગણાય) પ્રથમ વરસાદના ત્રણ દિવસ તો શ્રાવકોને પણ જો શક્તિ હોય તો ચોવિહારો અઠમ કરી પૌષધ કરવાની આજ્ઞા ફરમાવવામાં આવી છે.
(ખ) નિર્દોષ કેળા-કેરી વાપરવામાં પણ જો આસક્તિ થાય, તો વ્યવહારથી તો એ વનસ્પતિની વિરાધના સંબંધી અનુમોદનાનો દોષ લાગે.
(ગ) આધાકર્મી, મિશ્રાદિ દોષવાળા ફળો વાપરવામાં આવે, એના રસ વાપરવામાં આવે, શાકભાજી વાપરવામાં આવે.
(ઘ) વિહારમાં રસ્તાની આજુબાજુ રહેલા ઘાસ ઉપર પગ પડે. કાચા રસ્તે ઘાસ ઉપર ચાલવાનું આવે, ખેતરોમાં વિહાર થાય ત્યારે ઝીણા ઝીણા અંકુરાઓ પર ચાલવાનું થાય.
(ચ) ચોમાસાના ક્ષેત્રમાં આપણે મોડી સૂચના કરીએ તો ગૃહસ્થો નિગોદવાળા - - - - - - - - - - - - - - - - ૧૪૧ - - - - - - - - - - - - - - -