________________
મહાવ્રતો
તેજસ્કાયથી ચાલતા યંત્રોનો સાક્ષાત કે પરંપરાએ ઉપયોગ કરીએ.
(ડ) ઉજઈ આવતી હોય ત્યારે આપણે જાતે ખસી જવાને બદલે ઉજઈ બંધ કરાવીએ કે છેવટે વચ્ચે પડદો કરાવીએ, બારી બંધ કરાવીએ. એ પડદા-બારી વગેરે દ્વારા પણ ઉજઈની વિરાધના તો થવાની જ.
(ઢ) આપણા દ્વારા શૉટસર્કીટ થવા વગેરે કારણસર આગ લાગી જાય.
(૫) સંયમી સ્વયં માઈકમાં બોલે કે ગૃહસ્થોને એ માટેની પ્રેરણા સાવદ્યભાષામાં કરે. “માઈક ચાલુ કરો, માઈકમાં બોલો. તમારો અવાજ સંભળાતો નથી...” વગેરે. (ફ) સાધુ સ્વયં ગરમી દૂર કરવા એ૨કન્ડીશન વાપરે, પંખો વાપરે, વ્યાખ્યાનાદિમાં પોતાના પર પંખો ચાલુ રહે કે પોતાના પર પંખાની હવા આવ્યા કરે એવી ગોઠવણ કરાવે.
(બ) અંધારામાં વસ્તુ ન મળતી હોવાથી લાઈટ-બલ્બ શરુ કરાવી એના પ્રકાશમાં વસ્તુ શોધે.
(ભ) લાઈટ-ગ્લોબના પ્રકાશમાં પુસ્તક-પ્રત-પત્રાદિ વાંચે, નવું નવું લખાણ કરે. આ બધામાં પણ કોઈક પાપો કરણ રૂપ, કોઈક કરાવણ રૂપ અને કોઈક અનુમોદન રૂપ છે. એ બધા જ પાપોને મન-વચન-કાયાથી ત્યજવા.
વાયુકાયઃ
(ક) મુહપત્તી વિના બોલવામાં આવે.
(ખ) સુકવેલા વસ્ત્રો સુકાઈ ગયા બાદ પણ નીચે ઉતારવામાં ન આવે, અને એ ઉડ્યા કરે.
(ગ) ઘણો પવન આવતો હોય, એવા સ્થાનમાં કપડા સુકવવામાં આવે. (ઘ) પ્રત-પુસ્તકાદિના પાના એવી રીતે મૂકેલા હોય કે જેથી તે પવનમાં ફંડ ફંડ ઉડ્યા કરે.
(ચ) ઉનાળામાં ઉપાશ્રયે પહોંચીએ અને બારીઓ બંધ હોવાથી બફારો દૂર કરવા, પવન લાવવા તે બારીઓ ખોલવામાં આવે, એમાં અંદર-બહારનો વાયુ ભેગો થાય, પરસ્પર એકબીજા માટે શસ્ત્ર બને.
(છ) સાધુ પંખા વાપરે, બીજા પાસે પોતાના તરફ પંખો કરાવડાવે. પૂંઠા વગેરેથી પવન ઉત્પન્ન કરે.
(જ) વર્તમાનકાળની દૃષ્ટિએ જે વસ્ત્રો જેટલા માપના હોવા જરુરી હોય, ગીતાર્થ માન્ય હોય, એ વસ્ત્રો એના કરતા મોટા માપના રાખે. આમાં એ વધારાના માપ દ્વારા પ્રતિલેખનાદિમાં જે વાયુ વિરાધના થાય, એ દોષરૂપ ગણાય.
****** 0&