________________
૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯-૯- ૦૯-૦૯ મહાવ્રતો
૯-૯-જ જ જે ૯-૦૯પાણીને અચિત્ત રાખી ન શકે. એટલે જ પાણીનો કાળ જેવો થઈ જાય કે તરત જ ભીના ઘડામાં પાણી સચિત્ત થઈ જવાની પાકી સંભાવના છે. એ ઘડા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી એને અડી પણ ન શકાય, તો એમાં જ બીજા દિવસે નવું પાણી લાવવાની તો વાત જ ક્યાં રહી ?
આમ જો પાણીના કાળ પછી પણ ઘડા ભીના રહે, એ ઘડાને અડીએ, એ ઘડામાં નવું પાણી લાવીએ, એ ઘડાને ઉંચકીને વિહાર કરીએ...તો એ દરેકે દરેક બાબતમાં અપકાયની વિરાધનાનો દોષ લાગે જ... એ સ્પષ્ટ વાત છે.
(ઝ) ઉપાશ્રયમાં આપણા નિમિત્તે કાચા કે પાકા પાણીના પોતા કરવામાં આવે. કાચાપાણીના પોતા ઉપર જાણતા-અજાણતા આપણો પગ પડે.
() ઘરમાં પોતું કરેલું હોય, ભીનું હોય, એમાં ચાલીને અંદર ગોચરી વહોરવા જઈએ કે ગૃહસ્થો જ એ ભીનામાં ચાલીને ગોચરી બહાર લાવે. એમ ગોચરી વહોરવા જઈએ અને ગૃહસ્થો વચ્ચે પડેલી કાચાપાણીની ડોલ હટાવે, ભીના હાથ લુંછે, બગડેલા હાથ ધૂએ... આ બધી જગ્યાએ વહોરવામાં આવે તો અપકાયની વિરાધનાનું પાપ
સાધુને લાગે.
(ઠ) ડોલીવાળા કે વ્હીલચેરવાળા ભાઈ-બેનો ન્હાવું-ધોવું-પીવું વગેરેમાં જે વિરાધના કરે, એ બધામાં સંયમીને દોષ લાગે. કેમકે એના નિમિત્તે આ વિરાધના થઈ છે. એમ સાઈકલવાળા કે લારીવાળા માણસ માટે પણ સમજી લેવું. એમાં ઉપધિ મૂકનારા સંયમીઓને દોષ લાગે એ સ્પષ્ટ છે.
(ડ) માત્રુ વરસાદવાળી ભીની જમીનમાં, ભીની કુંડીમાં પરઠવામાં આવે. એ પરઠવવા જતી. વખતે વચ્ચે નીચે ઢોળાયેલા કાચા પાણી પર પગ પડે.
(ઢ) શર્દી વગેરે દૂર કરવા માટે ગરમપાણીનો નાસ - બાફ નવું પાણી ઉકળાવીને લેવામાં આવે.
(૫) ચૂનાનું પાણી ૭૨ કલાક કરતા વધારે સમય રહે, એ પહેલા એનો ઉપયોગ ન થાય તો એ પાણી સચિત્ત બની જાય.
(ફ) વાડાનો ઉપયોગ કરીએ અને એ બધું સંડાસમાં માણસો નાંખે... એમાં અપૂકાયના જીવોની વિરાધના થવાની જ .
(બ) ચોમાસાદિમાં શ્રાવકો પાસે કંઈપણ વસ્તુઓ મંગાવીએ અને તેઓ ભીના રસ્તાદિ ઉપરથી ચાલતા આવે, સ્કુટરાદિ પર આવે અને એ વસ્તુ આપણને આપી જાય.
(ભ) આધાકર્મી, મિશ્રાદિ દોષવાળી દાળ, શાક, ભાત, ચા વગેરે વાપરવામાં આવે. કેમકે એમાં કાચા પાણીની વિરાધના થાય છે.